Video:જ્યારે આલિયાએ ચાલુ શૉમાં વરુણ ધવનને રણબીર કહી બોલાવ્યો !

16 April, 2019 04:01 PM IST  | 

Video:જ્યારે આલિયાએ ચાલુ શૉમાં વરુણ ધવનને રણબીર કહી બોલાવ્યો !

આજકાલ આલિયા ભટ્ટ વરુણ ધવન અને આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિંહા સાથે કલંકનું પ્રમોશન કરી રહી છે. જો કે આલિયાના દિલોદિમાગમાં તો રણબીર કપૂર જ છવાયેલા છે. તમે કદાચ આ વાતને વધુ પડતી માનશો પણ અમે તમને વીડિયો બતાવીશું તો તમે માની જ જશો.

હકીકતમાં ઘટના એવી હતી કે આલિયા ભટ્ટ પોતાના કો સ્ટાર્સ સાથે ફિલ્મ કલંકના પ્રમોશન માટે એક શોમાં ઈન્ટરવ્યુ આપવા પહોંચી હતી. આ ઈન્ટરવ્યુનો એક નાનકડો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં આલિયા ભટ્ટ વરુણ ધવનને રણબીર કહીને બોલાવતી દેખાઈ રહી છે.

 

વાયરલ વીડિયોમાં તમે જોશો કે ચારેય સ્ટાર્સ સવાલોના જવાબ આવી રહ્યા છે. આ દરમિયાન વરુણ ધવન આલિયા ભટ્ટના વાળમાં કંઈક મસ્તી કરે છે. આલિયા વરુણને મસ્તી કરવાની ના પાડે છે. પણ આ દરમિયાન તે વરુણ ધવનને રણબીર કહીને બોલાવે છે. જો કે રણબીર કપૂરનું નામ લેતા પહેલા તે 'રણ..' કહીને જ અટકી જાય છે. પરંતુ દર્શકો આટલું સાંભળતા જ ખડખડાટ હસવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે ઝી સિને એવોર્ડ્ઝ ફંક્શનના એક વીડિયોમાં આલિયા અને રણબીર કિસ કરતા દેખાયા હતા. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. ઝી સિને એવોર્ડઝમાં આલિયાને રાઝી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

alia bhatt varun dhawan ranbir kapoor bollywood