કભી ખુશી કભી ગમના શૂટિંગ દરમ્યાન કાજોલને મિસકૅરેજ થયું હતું

10 January, 2020 12:23 PM IST  |  Mumbai

કભી ખુશી કભી ગમના શૂટિંગ દરમ્યાન કાજોલને મિસકૅરેજ થયું હતું

કાજોલ અને અજય દેવગન

કાજોલે જણાવ્યું હતું કે ‘કભી ખુશી કભી ગમ’નાં શૂટિંગ વખતે તેને મિસકૅરેજ થયું હતું. આ ફિલ્મ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. હ્યુમન્સ ઑફ બૉમ્બે સાથે વાતચીત દરમ્યાન અનેક બાબતો પર કાજોલે ચર્ચા કરી હતી. એ દરમ્યાન તેણે અજય દેવગન સાથેના રિલેશન સંદર્ભે પણ ઘણી વાતો કહી હતી.

આ પણ જુઓ : તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

મિસકૅરેજ વિશે ઇન્સ્ટાગ્રામ પર કાજોલે કૅપ્શન આપી હતી કે ‘હું કભી ખુશી કભી ગમ’ના શૂટિંગ દરમ્યાન પ્રેગ્નન્ટ હતી, પરંતુ મારી મિસકૅરેજ થયું હતું. એ દિવસે હું હૉસ્પિટલમાં દાખલ હતી. ફિલ્મે ખૂબ સારો બિઝનેસ કર્યો હતો. જોકે મારા માટે એ સમય સારો નહોતો. ત્યાર બાદ મારી ફરીથી મિસકૅરેજ થયું હતું. એ ખરેખર ખૂબ જ અઘરી સ્થિતિ હતી. જોકે સ્થિતિ  સુધરી અને અમારી ફૅમિલીને પૂરી કરવા માટે નિસા અને યુગનો જન્મ થયો.’

kajol ajay devgn bollywood news kabhi khushi kabhie gham