મુંબઈ સાગામાં જૉન એબ્રાહમના લુકને લઈ‌ને સંજય ગુપ્તાએ કહ્યું...

14 January, 2020 01:02 PM IST  |  Mumbai Desk

મુંબઈ સાગામાં જૉન એબ્રાહમના લુકને લઈ‌ને સંજય ગુપ્તાએ કહ્યું...

‘મુંબઈ સાગા’નાં જૉન એબ્રાહમનાં લૂકને લઈને ફિલ્મનાં ડિરેક્ટર સંજય ગુપ્તાએ એને ફિલ્મની ફેવરિટ મોમેન્ટ્સ ગણાવી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર, ઇમરાન હાશ્મી, સુનીલ શેટ્ટી, અમોલ ગુપ્તે, પ્રતિક બબ્બર અને ગુલશન ગ્રોવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક ગૅન્ગસ્ટર-ડ્રામા છે અને ઇમરાન પોલીસનું પાત્ર ભજવી રહ્યો છે. જૉનનો લૂકનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને સંજય ગુપ્તાએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘મુંબઈ સાગા’ની આ મારી ફેવરિટ મોમેન્ટ્સ છે. સાથે જ મિસ્ટર એબ્રાહમને તમે અગાઉ કદી પણ આવી ભૂમિકામાં નહીં જોયો હોય. જૉન એબ્રાહમ આ લૂકમાં ‘માન્યા સુર્વે’ જેવી ફિલીંગ આપી રહ્યો છે.’

bollywood bollywood news bollywood gossips john abraham