ફિલ્મ ઇન્ડસ્ટ્રી જરા પણ સેક્યુલર નથી : જૉન

11 August, 2019 12:27 PM IST  |  મુંબઈ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી જરા પણ સેક્યુલર નથી : જૉન

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી જરા પણ સેક્યુલર નથી. તેની ‘બાટલા હાઉઝ’ પંદર ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૨૦૦૮માં દિલ્હીનાં બાટલા હાઉઝ એન્કાઉન્ટરની ઘટના પરથી પ્રેરિત છે. આ ફિલ્મનાં પ્રમોશન વખતે તેને પૂછવામાં આવ્યું હતું કે હાલમાં જે પ્રકારે ઝડપથી સર્વત્ર વિભાજન થઈ રહ્યું છે એને જોતાં શું ઇન્ડસ્ટ્રીમાં સૌને એક સમાન અવસરો મળે છે? શું ઇન્ડસ્ટ્રી સેક્યુલર છે? એ સવાલનો જવાબ આપતાં જૉન એબ્રાહમે કહ્યું હતું કે ‘તમને કોણે કહ્યું કે ઇન્ડસ્ટ્રી સેક્યુલર છે? ઇન્ડસ્ટ્રી સો એ સો ટકા સેક્યુલર નથી. એ તો પોલરાઇઝ છે. આ જ લાઇફની હકીકત છે. સમસ્યા એ છે કે વિશ્વ પોલરાઇઝ છે. મારી ફિલ્મનો એક ડાયલૉગ છે કે એવુ નથી કે કોઈ ચોક્કસ પ્રકારની કમ્યુનિટીને સમસ્યા છે, આખુ વિશ્વ હાલ એ સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે. ડૉનલ્ડ ટ્રમ્પ, બ્રેક્ઝિટ, બોરિસ જ્હોન્સનનું ઉદાહરણ જોઈ લો. આજે વિશ્વ જ પોલરાઇઝ બની ગયુ છે. તમે આ જગતમાં રહો છો તો તમને એનો સામનો કરવો જ રહ્યો. સાથે જ મારું એમ પણ માનવું છે કે આપણો દેશ બેસ્ટ દેશ છે અને આ જ બેસ્ટ ઇન્ડસ્ટ્રી છે.’

આ પણ વાંચો : ચંબલની છોકરીઓ માટે હૉસ્ટેલ અને ટૉઇલેટ બનાવડાવ્યું ભૂમિએ

સોશ્યલ મીડિયામાં કરવામાં આવતા સ્ટેટમેન્ટ પર વધુ ધ્યાન ન આપવું જોઈએ : જૉન

જૉન એબ્રાહમ કહે છે કે સોશ્યલ મીડિયામાં જે પણ બેજવાબદારીભર્યા સ્ટેટમેન્ટ કરવામાં આવે છે એનાં પર વધુ ધ્યાન ન આપવુ જોઈએ. સોશ્યલ મીડિયા પર જે લોકો ટ્રોલ કરે છે તેમનો કોઈ ચહેરો નથી હોતો. સોશ્યલ મીડિયા વિશે વધુ જણાવતાં જૉને કહ્યું હતું કે ‘આ બધુ તમે માત્ર સોશ્યલ મીડિયામાં જ જોઈ શકો છો કારણ કે તમે જ્યારે ઑડિયન્સમાં બેઠા હો છો, ત્યારે તમે તમારા ઇમોશન્સ પર કાબુ રાખો છો અને કોઈ પણ બેજવાબદારીભર્યા સ્ટેટમેન્ટ કરવાથી પોતાની જાતને દૂર રાખો છો. સોશ્યલ મીડિયામાં કોઈનો ચહેરો નથી હોતો. આ જ કારણ છે કે એનાં પર જ વધારે પ્રમાણમાં ઝેર ઓકવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર વધુ વિશ્વાસ ન કરવો જોઈએ.’

john abraham bollywood news