કોરોના વાઇરસને કારણે જર્સીનું શૂટિંગ કરવામાં આવ્યું બંધ

15 March, 2020 01:39 PM IST  |  Mumbai Desk

કોરોના વાઇરસને કારણે જર્સીનું શૂટિંગ કરવામાં આવ્યું બંધ

શાહિદ કપૂર

કોરોના વાઇરસને જોતાં શાહિદ કપૂરની ‘જર્સી’નું શૂટિંગ અટકાવવામાં આવ્યું છે. આ ફિલ્મ તેલુગુની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં તેની સાથે પંકજ કપૂર અને મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. સ્પોર્ટ્સ પર આધારિત આ ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં ચાલી રહ્યું હતું. એ વિશેની માહિતી ટ્‍‍વિટર પર આપતાં શાહિદે ટ્વીટ કર્યું હતું કે ‘વર્તમાન સમયને જોતાં આપણી સામાજિક ફરજ બને છે કે આપણી ક્ષમતા મુજબ કોરોના વાઇરસને ફેલાતું અટકાવવું જોઈએ. ‘જર્સી’ની ટીમે ફિલ્મનાં શૂટિંગને થોડા સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે જેથી કરીને ટીમ મેમ્બર્સ પોતાની ફૅમિલી સાથે પોતાના ઘરમાં સલામત રહી શકે. જવાબદાર બનો. સુરક્ષિત રહો.’

bollywood bollywood news bollywood gossips entertainment news shahid kapoor