ઇન્ટરનૅશનલ ડાન્સર ડિટ્ટો સાથે મ‍ળીને ચુડિયા લઈને આવશે જૅકી ભગનાની

11 September, 2019 12:43 PM IST  |  મુંબઈ

ઇન્ટરનૅશનલ ડાન્સર ડિટ્ટો સાથે મ‍ળીને ચુડિયા લઈને આવશે જૅકી ભગનાની

જૅકી ભગનાની ઇન્ટરનૅશનલ ડાન્સર ડિટ્ટો સાથે

ઇન્ટરનૅશનલ ડાન્સર ડિટ્ટો અને જૅકી ભગનાની એક ફેસ્ટિવલ સૉન્ગ ‘ચુડિયા’ લઈને આવવાનાં છે. ડિટ્ટો ‘બાર્બી ગર્લ’ ગીતમાં પોતાનાં રોબોટિક ડાન્સ મુવ્સને કારણે ખાસ્સી ફૅમસ છે. ‘ચુડિયા’ ગીતને દેવ નેગીએ ગાયુ છે અને મુદ્દસ્સર ખાને કૉરિયોગ્રાફ કર્યું છે. આ આલ્બમમાં આવવાને લઈને પોતાની ખુશી વ્યક્ત કરતાં ડિટ્ટોએ કહ્યું હતું કે ‘હું ખૂબ સન્માન અનુભવી રહી છું કે જૅકીએ આ સરસ ગીત માટે મને તક આપી. પૂરી ટીમે આ ગીત માટે સખત મહેનત કરી છે. મારા માટે આ ઉમળકાભર્યો અનુભવ રહ્યો હતો. ‘ચુડિયા’માં પર્ફોર્મ કરવુ અને ભારતનાં તહેવારોમાં સામેલ થવુ એ મારા માટે મોટી વાત છે.’

આ પણ વાંચો : શું લગ્ન વિશે વિચારી રહ્યા છે જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટર?

આ ગીત વિશે જૅકી ભગનાનીએ કહ્યું હતું કે ‘અમે જ્યારે ‘ચુડિયા’ બનાવવાનું વિચાર્યું હતું ત્યારે અમને એ ખાતરી હતી કે લોકોને એનાં પર ભરપૂર અપેક્ષા હશે. એથી અમારા પૂરા પ્રયાસ એ હતાં કે લોકોની આશાએ અમે ખરાં ઉતરીએ. ડિટ્ટો ખૂબ ટૅલન્ટેડ છે. એથી અમે તેને આ આલ્બમમાં લેવા માગતા હતાં.’

jackky bhagnani bollywood news