મલાઇકા અરોરાને કરવા છે બીચ વેડિંગ

06 November, 2019 10:01 AM IST  |  Mumbai | Upala KBR

મલાઇકા અરોરાને કરવા છે બીચ વેડિંગ

મલાઇકા અરોરા

મલાઇકા અરોરાની ઇચ્છા છે કે તેના લગ્ન બીચ પર થાય. તે ઘણાં સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેઓ બહુ જલદી લગ્ન કરવાના હોવાની ચર્ચા ચાલી રહી છે. તે હાલમાં જ નેહા ધૂપિયાના ચૅટ-શો ‘નો ફિલ્ટર નેહા’માં પહોંચી હતી. આ શોમાં તેને વેડિંગ પ્લાન વિશે પૂછવામાં આવ્યુ હતું. ક્રિશ્ચન પરંપરા મુજબ તે લગ્ન કરવાની છે. સાથે જ એવી પણ ચર્ચા છે કે તે એલી સાબ બ્રૅન્ડનું ગાઉન પહેરવાની છે. પોતાનાં વેડિંગ પ્લાન સંદર્ભે મલાઇકાએ કહ્યું હતું કે ‘મારી ઇચ્છા વાઇટ વેડિંગની છે. બ્રાઇડ્સમેડ્સનો કોન્સેપ્ટ મને હંમેશાંથી ખૂબ ગમતો આવ્યો છે. મારી ગર્લ ગેન્ગમાંથી મારી સૌથી ક્લોઝેસ્ટ ફ્રેન્ડ વાહબીઝ મેહતા મારી બ્રાઇડ્સમેડ્સ બનશે.’

આ પણ વાંચો : અતિશય પ્રતિભાશાળી હ્યુમન કોમ્પ્યુટર શકુંતલા દેવીને બર્થ-ઍનિવર્સરીની શુભેચ્છા : વિદ્યા

આ શોમાં તેણે જણાવ્યું હતું કે અર્જુન કપૂર સારા ફોટો ક્લિક કરે છે. જોકે પોતે આ બાબતમાં થોડી નબળી છે એવું જણાવતાં મલાઇકાએ કહ્યું હતું કે ‘તેને લાગે છે કે હું તેના ફોટો બરાબર ક્લિક નથી કરતી. જોકે તે મારા ફોટો ખૂબ સારી રીતે ક્લિક કરે છે. તેની સરખામણીએ હું ફોટોગ્રાફીમાં ફેઇલ છું. તે પર્ફેક્ટ છે.’

malaika arora bollywood news