સારો માણસ બનવા માટે શાહિદ કપૂર મારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે: ઈશાન

30 June, 2019 12:14 PM IST  |  મુંબઈ

સારો માણસ બનવા માટે શાહિદ કપૂર મારા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે: ઈશાન

ઈશાન

ઈશાન ખટ્ટરનું કહેવું છે કે શાહિદ કપૂર તેના માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. શાહિદની ‘કબીર સિંહ’ની જેટલી ટીકા કરવામાં આવી રહી છે એટલું જ લોકો તેના કામ અને ફિલ્મને પસંદ પણ કરી રહ્યા છે. ઈશાનનું માનવું છે કે ‘કબીર સિંહ’ જેવું પાત્ર ભજવવું કોઈ પણ વ્યક્તિ માટે સહેલું નથી. આ વિશે શાહિદની ફિલ્મનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં ઈશાને લખ્યું હતું કે ‘મારા મોટા ભાઈ શાહિદ કપૂર માટે આજે હું ખૂબ જ ખુશ છું, કારણ કે એક સારાે માણસ કેવી રીતે બનવું એ માટે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ પણ વાંચો : ભારત 200 કરોડનો આંકડો પાર કરતાં અલી અબ્બાસ ઝફરે કહ્યું હું પૈસા વસૂલ ફિલ્મો બનાવતો રહીશ

તું ઉદ્ભુત સફળતાને લાયક છે અને એ માટે હું બેમત નથી; પરંતુ તું ખૂબ જ કૉમ્પ્લેક્સ, લૉસ્ટ અને ડૅમેજ પાત્રને પર્ફેક્શનથી ભજવ્યા બાદ ઘરે એક ખૂબ જ સારા, જવાબદાર અને પ્રેમાળ વ્યક્તિ તરીકે કેવી રીતે આવે છે એની મને નવાઈ લાગે છે. એક જવાબદાર દીકરો, પિતા, પતિ અને ભાઈ કેવી રીતે બનવું એ મને દેખાડવા બદલ હું તારો આભાર માનું છું. તારા ‘કબીર સિંહ’ પર્ફોર્મન્સનો પણ હું દીવાનો છું.’

ishaan khattar bollywood news shahid kapoor