બૉલીવુડમાં સારા ઍક્ટરની પરિભાષા બદલાઈ ગઈ: નવાઝુદ્દીન

05 February, 2019 09:27 AM IST  | 

બૉલીવુડમાં સારા ઍક્ટરની પરિભાષા બદલાઈ ગઈ: નવાઝુદ્દીન

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે બૉલીવુડમાં સારા ઍક્ટરની પરિભાષા બદલાઈ ગઈ છે. નવાઝુદ્દીને ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘ઠાકરે’માં શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મે એક અઠવાડિયામાં ૩૧.૬૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મને ધારવા કરતાં વધુ સફળતા મળી છે. આ ફિલ્મને સફળ ગણવામાં આવી રહી છે. નવાઝુદ્દીને તેની ફિલ્મી કરીઅરમાં ઘણાં અલગ-અલગ પાત્રોમાં કામ કર્યું છે. જોકે તેણે કદી પણ બૉક્સ-ઑફિસના નંબરને ધ્યાન નથી આપ્યું.

આ પણ વાંચો : 'વર્લ્ડ કેન્સર ડે':તાહિરા કશ્યપે શૅર કરી પ્રેરણાદાયી પોસ્ટ

આ વિશે વધુ જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મને બૉક્સ-ઑફિસની કંઈ પડી નથી. જો મને પડી હોત તો મારી કરીઅરમાં ડાન્સ અને ગીતનો પહેલેથી ભાગ રહ્યો હોત. જોકે આજે તમે સો કરોડની ફિલ્મ આપો તો જ તમને સારા ઍક્ટર ગણવામાં આવે છે. આવું માનવામાં આવતું હોવાથી ઘણી વાર મને થાય છે કે હું પણ એવી ફિલ્મો કરું જેમાં કૉમેડી અને તડકો લગાવવામાં આવ્યો હોય. મને જે ફિલ્મો પસંદ પડે એવી ફિલ્મો હું કરું છું અને એ સાથે જ આ સો કરોડવાળી ફિલ્મ પણ કરી શકું છું.’

nawazuddin siddiqui bollywood news