કરણ જોહરને હું ડેટ નથી કરી રહ્યો, તે મારો મોટો ભાઈ છે : પ્રબલ ગુરુંગ

28 May, 2019 09:30 AM IST  | 

કરણ જોહરને હું ડેટ નથી કરી રહ્યો, તે મારો મોટો ભાઈ છે : પ્રબલ ગુરુંગ

પ્રબલ ગુરુંગ અને કરણ જોહર

કરણ જોહર ન્યુ યૉર્કના ફૅશન-ડિઝાઇનર પ્રબલ ગુરુંગને ડેટ કરી રહ્યો હોવાની વાત ખોટી છે. હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે કરણ અને પ્રબલ રોમૅન્ટિક રિલેશનશિપમાં છે. કરણ સાથેના પ્રબલે શૅર કરેલા ફોટોને કારણે તેમની રિલેશનશિપની ચર્ચાએ જોર પકડ્યું છે. કરણના બર્થ-ડે પર તેની સાથેનો ફોટો શૅર કરીને પ્રબલે લખ્યું હતું કે ‘પ્યાર કિયા તો ડરના ક્યા. હૅપી બર્થ ડે કરણ જોહર.’

આ ફોટોને કારણે તેઓ રોમૅન્ટિક રિલેશનશિપમાં હોવાની અટકળો ચાલતાં પ્રબલે એ માટે સ્ટેટમેન્ટ આપી અફવાને ઉડાવી દીધી છે. આ સ્ટેટમેન્ટમાં પ્રબલે લખ્યું છે કે ‘આપણે હ્યુમર અને ચંચળતાને સ્થાન આપી શકીશું? આ કહેવાનું પણ મને ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે, પરંતુ ઑફિશ્યલી હું જણાવી દઉં છું કે હું કરણ જોહર સાથે રોમૅન્ટિક રિલેશનશિપમાં નથી. મારી ઇન્સ્ટાગ્રામની પોસ્ટ હ્યુમર અને બૉલીવુડ પ્રત્યેના મારા પ્રેમને કારણે હતી. આ પોસ્ટને કારણે લોકોએ અમારી વચ્ચે રિલેશનશિપની વાત ચગાવી છે. જોકે એવું કંઈ નથી. કરણ મારો ખૂબ જ સારો મિત્ર છે. તેણે મને લાઇફમાં ખૂબ જ મદદ કરી છે. મને જ નહીં, મારી ફૅમિલી માટે પણ તે પડખે ઊભો રહ્યો છે અને હું તેનો ખૂબ જ રિસ્પેક્ટ કરું છું. હું કરણ સાથે નહીં, પરંતુ અન્ય વ્યક્તિ સાથે છેલ્લાં પાંચ વર્ષથી રિલેશનશિપમાં છું.’

આ પણ વાંચો : એજ્યુકેશન, રોજગારી ને હેલ્થ પર ફોકસ કરવા સરકારને વિનંતી કરી રિશી કપૂરે

આ સ્ટેટમેન્ટ શૅર કરતાં પ્રબલે ટ્વીટ કર્યું હતું કે હું કરણ જોહરને ડેટ નથી કરી રહ્યો. તે મારો ખાસ ફ્રેન્ડ, મેન્ટર અને મોટો ભાઈ છે.

karan johar bollywood news