ઇરફાનની મદારી થશે ચીનમાં રિલીઝ

31 October, 2019 01:07 PM IST  |  મુંબઈ

ઇરફાનની મદારી થશે ચીનમાં રિલીઝ

ઇરફાન ખાનની 'મદારી' ફિલ્મ

ઇરફાનની ‘મદારી’ આ વર્ષે ચીનમાં રિલીઝ થવાની છે. ‘હિન્દી મીડિયમ’ બાદ ચીનમાં રિલીઝ થનારી ઇરફાનની આ બીજી ફિલ્મ છે. બૉલીવુડની ફિલ્મો ચીનનાં બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. ચીનમાં ‘દંગલ’, ‘સીક્રેટ સુપરસ્ટાર’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘પૅડમૅન’ પણ રિલીઝ કરવામાં આવી હતી. ‘મદારી’ ભારતમાં ૨૦૧૬માં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં જિમી શેરગિલ પણ અગત્યના રોલમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : જૉન એબ્રાહમને પિક-અપ ટ્રક ગિફ્ટ આપી સંજય ગુપ્તાએ

આ ફિલ્મ વિશે જિમીએ કહ્યું હતું કે ‘મારા માટે ‘મદારી’ મહત્વની ફિલ્મ છે. આ અદ્ભુત ફિલ્મમાં મને કામ આપવા માટે હું મારા ડિરેક્ટર અને પ્રોડ્યુસરનો આભાર માનું છું. આ ફિલ્મ આપણા સમાજના નબળા પાસાને દર્શાવે છે. આ ફિલ્મ ચીનમાં રિલીઝ થવાની હોવાથી હું ખૂબ એક્સાઇટેડ છું. ચીનનાં થિયેટર્સ બૉલીવુડની ફિલ્મોમાં રસ રાખે છે એ આપણી ફિલ્મો માટે સારી બાબત છે.’

irrfan khan bollywood news