ભારતને સ્વચ્છતામાં નંબર વન બનાવવો છે : વરુણ ધવન

14 September, 2019 01:31 PM IST  |  મુંબઈ ડેસ્ક

ભારતને સ્વચ્છતામાં નંબર વન બનાવવો છે : વરુણ ધવન

વરુણ ધવન

મુંબઈ (આઇ.એ.એન.એસ.) : વરુણ ધવને જણાવ્યું છે કે ભારતને સ્વચ્છતામાં પહેલા નંબરે લાવવો છે. વરુણ ધવન અને સારા અલી ખાનની ‘કૂલી નંબર 1’ના સેટને પ્લાસ્ટિક-ફ્રી કરવામાં આવ્યો છે. એ જોતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આ પહેલની પ્રશંસા કરી હતી. આ વિશે ટ્‍‍વિટર પર નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘ખૂબ જ અદ્ભુત પહેલ છે ‘કૂલી નંબર 1’ની ટીમની. એ જાણીને ખુશી થાય છે કે ફિલ્મજગત પણ ભારતને પ્લાસ્ટિક-મુક્ત બનાવવા માટે યોગદાન આપી રહ્યું છે.’

તેમના આ ટ્વીટનો રિપ્લાય આપતાં વરુણ ધવને ટ્વીટ કર્યું હતું કે ‘થૅન્ક યુ વડા પ્રધાન. સાફસફાઈ માટેનું શિક્ષણ સૌ પહેલાં ઘરેથી શરૂ થાય છે. મારું માનવું છે કે જે પ્રકારે તમે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે એમાં દરેક ભારતીયે યોગદાન આપવું જોઈએ. ભારતને સ્વચ્છતાની દૃષ્ટિએ નંબર વન બનાવવો એ આપણો સંકલ્પ છે.’

varun dhawan bollywood bollywood news bollywood gossips