ગે મૅરેજિસને પણ માન્યતા મળે એવી મારી ઇચ્છા છે : કરણ જોહર

22 September, 2019 12:45 PM IST  |  મુંબઈ ડેસ્ક

ગે મૅરેજિસને પણ માન્યતા મળે એવી મારી ઇચ્છા છે : કરણ જોહર

કરણ જોહર

મુંબઈ : કરણ જોહરની ઇચ્છા છે કે ગે મૅરેજીસને હવે સરકાર મંજુરી આપે. સમલૈંગિક સંબંધોને માન્યતા આપતાં ગયા વર્ષે જ ધારા ૩૭૭ને હટાવવામાં આવી હતી. એક કાર્યક્રમમાં એ વિશે કરણ જોહરે કહ્યું હતું કે ‘મારા મતે હવે બીજુ પગલુ એ લેવુ જોઈએ કે ગે મૅરેજીસને પણ પરવાનગી મળવી જોઈએ. આશા રાખુ છું કે જલદી જ એ પણ બની જશે.’

૨૦૧૮ની ૬ સપ્ટેમ્બરે કલમ ૩૭૭ને હટાવવામાં આવી હતી. એ વાતની જાણ થતાં શું રિએક્શન હતાં એ અંગે કરણ જોહરે કહ્યું હતું કે ‘એ દિવસે હું જ્યારે જાગ્યો ત્યારે હું મારા માટે અને એ કમ્યુનિટી માટે ખૂબ રડ્યો હતો કારણ કે છેવટે સ્વતંત્રતા મળી ગઈ હતી. એ એક ઐતિહાસિક નિર્ણય હતો. સાથે જ એક સાચા પ્રેમને મા‌ણવાની એ ક્ષણ હતી. હું ખૂબ ખુશ થયો કે આખરે એને કાયદાકીય રીતે સ્વીકારવામાં આવ્યુ કે હવે તમે તમારી પસંદગીના પાત્રને પ્રેમ કરી શકો છો. મને લાગે છે કે સમય જતા એને પણ માન્યતા મળી જશે. સિનેમા, સાહિત્ય અને જાણકારીનાં માધ્યમથી એ સરળ બની જશે. હા એનો વિરોધ પણ થશે. જોકે એને માન્યતા જરૂરથી મળશે.’

karan johar bollywood gossips bollywood bollywood news