હું ચાહું છું કે મારી ફિલ્મોને ખાન કરતાં પણ સારી ઓપનિંગ મળે:વિદ્યા બાલન

05 January, 2020 03:27 PM IST  |  Mumbai Desk

હું ચાહું છું કે મારી ફિલ્મોને ખાન કરતાં પણ સારી ઓપનિંગ મળે:વિદ્યા બાલન

વિદ્યા બાલનની ઇચ્છા છે કે તેની ફિલ્મોને ખાન્સ કરતાં પણ સારી ઓપનિંગ મળે. તેનું એમ પણ કહેવું છે કે બૉલીવુડમાં ઍક્ટ્રેસિસ માટે સારો સમય છે. વિદ્યાની ‘શકુંતલા દેવી - હ્યુમન કમ્પ્યુટર’ ૮ મેએ રિલીઝ થવાની છે. ફિલ્મો વિશે જણાવતાં વિદ્યાએ કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે કે મારી ફિલ્મોને મેલ સુપરસ્ટાર્સ કરતાં પણ મોટી ઓપનિંગ મળે. હું લાલચુ છું. મારું માનવું છે કે હિન્દી સિનેમામાં સારો તબક્કો ચાલી રહ્યો છે. આવનારા દાયકાને લઈને હું ખૂબ ઉત્સાહી છું. એક ફીમેલ ઍક્ટર તરીકે ૪૧ની ઉંમરમાં પહોંચીને મને જે પ્રકારે વિવિધતાસભર રોલ્સ અને ફિલ્મો ઑફર કરવામાં આવે છે એને લઈને હું ખૂબ ખુશ છું.’

bollywood vidya balan bollywood news bollywood gossips