GST ન ભરવાને કારણે મહેશ બાબુનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ

30 December, 2018 10:20 AM IST  | 

GST ન ભરવાને કારણે મહેશ બાબુનાં બૅન્ક-અકાઉન્ટ્સ ફ્રીઝ

મહેશ બાબુ

મહેશ બાબુએ GST ન ભરતાં હૈદરાબાદમાં તેનાં બૅન્ક ખાતાંઓને ફ્રીઝ કરવામાં આવ્યાં છે. મહેશ બાબુ હાલમાં વાઇફ અને બાળકો સાથે દુબઈમાં વેકેશન મનાવી રહ્યો છે. તેને શુક્રવારે સવારે આ જાણકારી મળતાં તે ખૂબ ચોંકી ઊઠ્યો હતો. મહેશ બાબુ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘હૈદરાબાદના GST વિભાગ દ્વારા ૭૩.૫૦ લાખની રકમ સામે 18.5 લાખ રૂપિયા ટૅક્સનું ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીની ડિમાન્ડ કરવામાં આવી છે. આ દંડ 2007થી 2008ના સમયગાળામાં વિવિધ બ્રૅન્ડનો ઍમ્બૅસૅડર બન્યો હોવાથી કરવામાં આવ્યો છે, જે માટે ટૅક્સ ચૂકવવાનો નથી હોતો.

આ પણ વાંચો : રેમોની વરુણ ધવન સાથેની ડાન્સ ફિલ્મને ના પાડી દીધી કૅટરિના કૈફે

બ્રૅન્ડ-ઍમ્બૅસૅડરની સર્વિસ સામે આ નિયમ ધારા ૬૫ (105)ની કલમ 1-7-2010થી લાગુ પાડવામાં આવી હતી. હૈદરાબાદની હાઈ કોર્ટ પણ આ મુદ્દા પર ટૅક્સ પેયરના પક્ષમાં છે અને હજી એ વિશે હાઈ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. તે હંમેશાં નિયમિત ટૅક્સ ભરે છે. તેના ફાઇનૅન્સમાં પૂરી પારદર્શિતા રહી છે. તેનાં અકાઉન્ટ ફ્રીઝ કરવાની અગાઉથી કોઈ જાણકારી કે ચેતવણી આપવામાં નહોતી આવી. જોકે તેણે આ દંડ ભરી દીધો છે, પરંતુ તે જ્યારે દુબઈથી ઇન્ડિયા આવશે ત્યારે કાયદાકીય રીતે આના વિરુદ્ધ કાર્યવાહી કરશે.’

mahesh babu Regional Cinema News goods and services tax