ફિલ્મની રિલીઝ પહેલા હું નર્વસ બની જાઉં છું : સોનાક્ષી સિંહા

12 December, 2019 02:45 PM IST  |  Mumbai

ફિલ્મની રિલીઝ પહેલા હું નર્વસ બની જાઉં છું : સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા (PC : PTI)

(આઇ.એ.એન.એસ.) સોનાક્ષી સિંહા હજી પણ તેની ફિલ્મ રિલીઝ થાય એ પહેલા નર્વસ થઈ જાય છે. તેનું એમ પણ માનવું છે કે દર્શકો જ ફાઇનલ જજ છે. તેણે ૨૦૧૦માં આવેલી દબંગદ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની દબંગ 3આ વર્ષે ૨૦મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે તમારી લાઇફમાં દરેક ફિલ્મની જર્ની અલગ હોય છે અને એ મહત્ત્વનું સ્થાન પણ ધરાવે છે. અન્યોની જેમ હું પણ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા નર્વસ થાઉં છું. મારા કરીઅરમાં મેં ખૂબ જલદી એ વાત શીખી લીધી હતી કે એને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર નથી. ફિલ્મનું ભવિષ્ય અમારા હાથમાં નથી. અમે માત્ર અમારું કામ સારી રીતે કરીને સો ટકા આપવાનો પ્રયાસ કરી શકીશું. બાકીનું તો દર્શકો પર નિર્ભર રહેશે.

bollywood gossips bollywood news sonakshi sinha