એક કામ કરું છું હું ઍક્ટિંગ કરવાનું જ છોડી દઉં: તાપસી પન્નુ

06 October, 2019 10:55 AM IST  |  મુંબઈ

એક કામ કરું છું હું ઍક્ટિંગ કરવાનું જ છોડી દઉં: તાપસી પન્નુ

તાપસી પન્નુ

તાપસી પન્નુએ ગુસ્સામાં આવી કહ્યું કે તે ઍક્ટિંગ કરવાનું છોડી દે એજ સારું છે. તેણે ‘સાંડ કી આંખ’માં વયો વૃદ્ધ શાર્પ શૂટર ચન્દ્રો તોમરનું પાત્ર ભજવ્યુ છે. સાથે જ ભૂમિ પેડણેકર પણ પ્રકાશી તોમરના રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યુ હતું અને એને લઈને કંગના રનોટની બહેન રંગોલી ચંડેલે તાપસી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે યંગ એક્ટ્રેસીસને મોટી વયનાં લોકોનાં પાત્રો ન ભજવવા જોઈએ. સાથે જ તેણે તો એમ પણ કહ્યું હતું કે તાપસીનો રોલ કંગનાને ઑફર કરવામાં આવ્યો હતો. જોકે તેણે આ રોલનો અસ્વીકાર કરીને નીના ગુપ્તાનું નામ સુચવ્યુ હતું. આટલુ જ નહીં નીના ગુપ્તાએ પણ હાલમાં જ સોશ્યલ મીડિયામાં કહ્યું હતું કે તેમની ઉંમરના રોલ તો તેમની પાસે કરાવવા જોઈએ. આ બધાથી કંટાળીને તાપસીએ કહ્યું હતું કે ‘એક કામ કરું છું હું ઍક્ટિંગ કરવાનું જ છોડી દઉં છું. સાથે જ એવા કૅરૅક્ટર્સ ભજવુ જે મારી ઉંમર અને દિલ્હીની છોકરીઓ જેવા હોય. અમે ઍક્ટર્સ છીએ તો શું અમે ઍક્ટિંગ કરવાનું છોડી દઈએ?

આ પણ વાંચો : આરે કોલોનીમાં મધરાતે કાપવામાં આવેલા વૃક્ષોની વિરુદ્ધ બૉલીવુડનો ફૂટ્યો રોષ

એક કલાકાર તરીકે ક્યારેક હું અલગ વયના પાત્રો પણ ભજવીશ. મારું માનવુ છે કે આપણને કૅમેરાનાં ઍક્ટર્સ બનવાનું છોડવુ જોઈએ. હું એ પણ જાણું છું કે એ દેખાડવુ સહેલુ નથી કેમ કે આ મહિલાઓએ ૬૦ની ઉંમરમાં બંદુક ઉઠાવી છે અને અડધી ફિલ્મમાં તો તેમની વર્તમાન વયની સ્ટોરી દેખાડવામાં આવી છે.’

taapsee pannu bollywood news