મારી ફિલ્મો દ્વારા સકારાત્મક અસર પડવાથી ખુશ છું : તાપસી

13 January, 2020 11:27 AM IST  |  Mumbai Desk

મારી ફિલ્મો દ્વારા સકારાત્મક અસર પડવાથી ખુશ છું : તાપસી

તાપસી પન્નુ માને છે કે તેની ફિલ્મો દ્વારા સકારાત્મક અસર પડી હોવાથી તે ખુશ છે. તાપસીને હાલમાં ‘સાંડ કી આંખ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો સ્ટાર સ્ક્રીન અવૉર્ડ મળ્યો હતો. સાથે જ તે સાઉથની ફિલ્મોમાં સતત કામ કરતી રહેવાની છે. તાપસીની ફિલ્મોની વાત કરીએ તો તે ‘થપ્પડ’, ‘રશ્મિ રૉકેટ’ અને ‘હસીન દિલરુબા’માં પણ જોવા મળવાની છે. અવૉર્ડ મળવા પર ખુશી વ્યક્ત કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘હું ખૂબ ખુશ છું કે દર્શકો અને જ્યુરીએ મને આ સન્માનને યોગ્ય સમજી. હું હંમેશાં એમ માનતી આવી છું કે અવૉર્ડ વ્યક્તિલક્ષી હોય છે. જોકે એનાથી એમ ન માની શકાય કે વ્યક્તિ ખૂબ સારી છે એનું એ પ્રમાણ નથી. જોકે આને સેલિબ્રેટ કરવાનું એક કારણ એ છે કે આખરે એક વર્ષમાં મેં આ સિદ્ધિ મેળવી છે. સાથે જ મેં એકસાથે હિન્દી અને સાઉથની ફિલ્મોમાં એક સકારાત્મક અસર પાડી છે એને કારણે ૨૦૧૯નું વર્ષ મારા માટે સ્પેશ્યલ વર્ષ બની ગયું છે.’

taapsee pannu bollywood bollywood news bollywood gossips