મીરા નાયર સાથે કામ કરવાની મારી પહેલેથી જ ઇચ્છા હતી : વિજય વર્મા

04 May, 2020 08:44 PM IST  |  Mumbai Desk | Agencies

મીરા નાયર સાથે કામ કરવાની મારી પહેલેથી જ ઇચ્છા હતી : વિજય વર્મા

વિજય વર્મા, મીરા નાયર

વિજય વર્માએ જણાવ્યું હતું કે તેને પહેલેથી જ મીરા નાયર સાથે કામ કરવાની ઇચ્છા હતી. તેની આ ઇચ્છા પૂરી પણ થઈ છે જ્યારે તેને ‘અ સૂટેબલ બૉય’માં કામ કરવાની તક મળી. એમાં તેણે રશીદનું પાત્ર ભજવ્યું છે. મીરા નાયરની પ્રશંસા કરતાં વિજય વર્માએ કહ્યું હતું કે ‘મીરા નાયર એક એવાં ફિલ્મમેકર છે જે હંમેશાં કલાકારોમાંથી કંઈક નવું લાવવાનો પ્રયાસ કરે છે. વર્તમાનમાં સિનેમામાં એક્સપરિમેન્ટ કરવામાં આવે છે. 80ના દાયકામાં તેઓ એક એવાં ફિલ્મમેકર હતાં જેમણે મુંબઈનાં સ્લમની સ્ટોરી ‘સલામ બૉમ્બે’માં અને ભારતીય પરિવારનાં લગ્નને ‘મૉન્સૂન વેડિંગ’ના માધ્યમથી દેખાડ્યાં હતાં. ‘ધ નેમસેક’ એવા પરિવારની સ્ટોરી હતી જે ન્યુ યૉર્કમાં સેટલ થયો હતો. તેમણે ખૂબ જ સચોટતાથી ફિલ્મો બનાવી છે. ખરું કહું તો શરૂઆતના દિવસોમાં અન્યોની જેમ જ હું પણ તેમનો ફૅન રહ્યો છું. એથી તેમની સાથે કામ કરવાની મારી પહેલેથી જ ઇચ્છા રહી હતી.’

bollywood entertainment news mira nair