પોસ્ટર કૉપી કરવાના વિવાદમાં ફસાઈ જજમેન્ટલ હૈ ક્યા

31 July, 2019 09:48 AM IST  |  મુંબઈ

પોસ્ટર કૉપી કરવાના વિવાદમાં ફસાઈ જજમેન્ટલ હૈ ક્યા

પોસ્ટર કૉપી કરવાના વિવાદમાં ફસાઈ જજમેન્ટલ હૈ ક્યા

કંગના રનોટ અને રાજકુમાર રાવની ‘જજમેન્ટલ હૈ ક્યા’ ફરી વિવાદમાં ફસાઈ છે. કંગનાના વિવાદ બાદ આ ફિલ્મ હવે એના પોસ્ટરને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મના પોસ્ટર પર પ્લેજરિઝમ એટલે કે ચોરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

કંગનાનું હાલમાં જ એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં તેની એક આંખની જગ્યાએ કાળી બિલાડી જોવા મળી રહી છે. આ પોસ્ટર હંગેરિયાના વિઝ્‌યુઅલ આર્ટિસ્ટ ફ્લોરા બોરસીના આર્ટની કૉપી છે. ફ્લોરાએ તેનું પોસ્ટર અને કંગનાનું પોસ્ટર શૅર કરી ટ્વીટ કર્યું હતું કે ‘આ મારા આર્ટની ચોરી કરી છે. શું ચાલી રહ્યું છે કોઈ મને કહેશો? આ યોગ્ય નથી.’

આ પણ વાંચો : સેક્રેડ ગેમ્સ 2માં પાતળો દેખાશે સૈફ અલી ખાન

આ એક નહીં ‘જજમેન્ટલ હૈ ક્યા’ના ઘણાં પોસ્ટર પરને ચોરી કરવામાં આવ્યા છે. ફ્લોરાએ થોડું રિસર્ચ કરતાં તેને વધુ બે પોસ્ટર કૉપી કરેલા જોવા મળ્યાં હતાં. એક પોસ્ટરને નોર્થ કેરોલિનાના ફોટોગ્રાફર વેસ નમનના આર્ટ પરથી કૉપી કરવામાં આવી છે.

kangana ranaut rajkummar rao bollywood news