હ્રિતિક રોશન વિરૂદ્ધ છેતરપિંડીનો મામલો, હૈદરાબાદમાં થયો કેસ

04 July, 2019 02:34 PM IST  | 

હ્રિતિક રોશન વિરૂદ્ધ છેતરપિંડીનો મામલો, હૈદરાબાદમાં થયો કેસ

હ્રિતિક રોશન

હ્રિતિક રોશન પોતાની બહેન સુનૈનાને કારણે ઉભી થયેલી સમસ્યાઓથી હજી બહાર પણ નીકળ્યા નથી કે એમના સામે બીજી મુસીબત સામે આવી ગઈ છે. હૈદરાબાદ પોલીસે હ્રિતિક રોશન વિરૂદ્ધ છેતરપિંડીનો મામલો નોંધ્યો છે. એક અંગ્રેજી ન્યૂઝ પેપર 'ડેક્કન ક્રૉનિકલ' અનુસાર કુકાટપલ્લીમાં રહેનારા શશિકાંતે 22 જૂનએ ફરિયાદ નોંધાવી છે.

શશિકાંતે ફરિયાદમાં કહ્યું કે એમણે 2018ના ડિસેમ્બરમાં હ્રિતિકની ફિટનેસ ચેઈન 'કલ્ટ' જોઈન્ટ કરી હતી. જિમની આ ચેનના બ્રાન્ડ એમ્બેસેડર હ્રિતિક રોશન છે. શશિકાંતે 17490 રૂપિયાની ફી વર્ષભર માટે ભરી હતી. એમાં એમણે વાદો કર્યો હતો કે તેઓ વર્ષભરમાં ક્યારે પણ- કેટલા પણ સેશન જિમમાં કરી શકાય છે પરંતુ એમને સારી રીતે જિમમાં કસરત કરવા નહીં મળ્યું. શશિકાંતે કહ્યું કે જિમમાં 1800 લોકોની ભરતી કરવામાં આવી છે. એટલા લોકો માટે જિમમાં જગ્યા જ નથી. જિમનો ઉપયોગ પણ કરવા નથી મળતો, એનાથી શરીરને થનારા લાભ મળી શકતા નથી. કુકાટપલ્લી સેન્ટરના લોકોના દુર્વ્યવહારથી તો ડિપ્રેશન થવા લાગ્યું હતું.

આ પણ વાંચો : મૅગેઝિનના કવર પર છવાઈ પ્રિયંકા, ફોટોમાં લાગી રહી છે બહુ જ ગ્લેમરસ

'કલ્ટ'ના બૉર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં હ્રિતિક રોશનનું નામ પણ છે. આ FIR કેટલાક બીજા લોકોએ પણ બુક કરી છે. શશિકાંતનો દાવો છે કે કંપનીએ પોતાના જાહેરાતમાં પ્રોપર ટ્રેનિંગનો વાદો કર્યો હતો, તે પૂરો નથી કર્યો. આઈપીસીની કલમ 406 અને 420માં એક્ટર સહિત ચાર લોકો વિરૂદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.

hrithik roshan Crime News