મારી પૂરી ક્ષમતા ફિલ્મ માટે સમર્પિત કરું એવી ફિલ્મો શોધુ છું : હૃતિક

30 September, 2019 03:01 PM IST  |  મુંબઈ

મારી પૂરી ક્ષમતા ફિલ્મ માટે સમર્પિત કરું એવી ફિલ્મો શોધુ છું : હૃતિક

હૃતિક રોશન

હૃતિક રોશનનું કહેવું છે કે તે હંમેશાં એવી ફિલ્મો શોધતો હોય છે જેમાં તે પોતાનું પૂરું સામર્થ્ય લગાવી શકે. હૃતિક રોશનની ‘વૉર’ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ટાઇગર શ્રોફની સાથે આ ફિલ્મમાં તેની શાનદાર ઍક્શન સીક્વન્સ જોવા મ‍ળવાની છે. ફિલ્મોની પસંદગી વિશે હૃતિકે કહ્યું હતું કે ‘હું એવી ફિલ્મો શોધતો હોઉં છું કે જેમાં હું મારી ક્ષમતાને પૂરી રીતે ફિલ્મ માટે આપી શકું. હું એવા સ્થાને રહેવા માગું છું કે જ્યાં કોઈ વસ્તુ સરળ ન હોય. કઠિન પરિસ્થિતિઓમાં પણ હું કેટલો સમય સુધી ટકી શકું છું એ મારા માટે અગત્યનું છે અને એ જ પડકાર હું મારી જાતને સતત આપતો આવ્યો છું. ખરો આનંદ તો એ જ છે કે તમે જ્યારે કપરા સંજોગોમાં રહેતા હો, અસલામતીની ભાવના, ડર એ બધું ઉત્સાહની અંદર પિસાઈ ગયું છે મારા માટે એ જ લાઇફ છે.’

હૃતિકનું માનવું છે કે ઇન્ટેલિજન્ટ ઍક્શન એન્ટરટેઇનર લખવું સરળ નથી

હૃતિક રોશનનું માનવું છે કે ઇન્ટેલિજન્ટ ઍક્શન એન્ટરટેઇનર સ્ટોરી લખવી સહેલું નથી. હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વૉર’ બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બન્નેની જબરદસ્ત ઍક્શન સીક્વન્સ જોવા મ‍ળવાની છે. તેને પૂછવામાં આવ્યું હતું કે ફિલ્મમેકર્સ ઍક્શન ફિલ્મો બનાવતાં કેમ ગભરાય છે? એ સવાલનો જવાબ આપતાં હૃતિકે કહ્યું હતું કે ‘ઇન્ટેલિજન્ટ ઍક્શન એન્ટરટેઇનર લખવું ખૂબ અઘરું છે. એ સરળ નથી.

આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બદલી નાખી છે દેશની છબી : લતા મંગેશકર

લોકોને લાગે છે કે ઍક્શન એટલે કારને ઉડાવવી. જોકે એવું નથી. ઍક્શન માટે ઇન્ટેલિજન્ટ રાઇટિંગની જરૂર હોય છે. ઍક્શન એક પ્રોસેસ છે. એનું પ્લાનિંગ હોય છે. એમાં પણ એક સ્ટ્રૅટેજી હોય છે કે હીરોનું વર્તન કઈ રીતે ઍક્શન કરીને પોતાના પાત્રને રજૂ કરશે. સાથે જ અન્ય કૅરૅક્ટર્સનું પણ વર્તન ખૂબ અગત્યનું હોય છે.’

hrithik roshan bollywood news