હીના ખાન અને કુશાલ ટંડન જોવા મળશે ZEE5ની હૉરર ફિલ્મમાં

19 January, 2020 11:41 AM IST  |  Mumbai Desk

હીના ખાન અને કુશાલ ટંડન જોવા મળશે ZEE5ની હૉરર ફિલ્મમાં

હીના ખાન અને કુશાલ ટંડન ZEE5ની અનટાઇટલ હૉરર ફિલ્મમાં જોવા મળવાનાં છે. ફિલ્મમાં હાઇ-ટેક ઇફેક્ટ્સનો અનુભવ લોકોને જોવા મળશે. આ લવ-ટ્રાયઍન્ગલ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યુ. ફિલ્મ વિશે હીના ખાને કહ્યું હતું કે ‘તમને વિચારતા કરી દે એવી એની સ્ક્રિપ્ટ છે. હું જાણતી હતી કે મારે એવુ કૅરૅક્ટર ભજવવાનું હતું કે જેની સાથે હું શરૂઆતથી જ જોડાયેલી રહું. ફિલ્મની સ્ક્રિપ્ટે મને શરૂઆતથી અંત સુધી જકડી રાખી હતી. મારા પાત્ર સાથે ન્યાય કરવા માટે મારે અલગ પ્રકારની માનસિકતા રાખવાની રહેશે. સાથે જ એ કૅરૅક્ટરની અંદર મારે ઊંડુ પણ ઉતરવુ પડશે.’

બીજી તરફ કુશાલે કહ્યું હતું કે ‘ટેક-હૉરર એ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે. હું ZEE5નો આભારી છું કે તેમણે મને આ ફિલ્મમાં કામ કરવાની તક આપી. અમારુ નરેશન સેશન ખૂબ અદ્ભુત ચાલ્યુ હતું. એ દરમ્યાન મને સવાલ ઊભા થયા હતાં કે ટૅક્નોલોજી દ્વારા કેવી રીતે અમારી પાસેથી સારી રીતે કામ કરાવી શકાય છે. સ્ક્રિપ્ટ પણ ખૂબ જ સરસ રીતે લખવામાં આવી છે. દરેક કૅરૅક્ટર્સમાં દુષ્ટતા છુપાયેલી છે, જે સ્ટોરી પ્રમાણે જીવંત થાય છે.’

hina khan kushal tandon television news bollywood