Happy Birthday Shahid Kapoor: 100 ફિલ્મોમાં થયો હતો રિજેક્ટ

25 February, 2020 10:22 AM IST  |  Mumbai Desk

Happy Birthday Shahid Kapoor: 100 ફિલ્મોમાં થયો હતો રિજેક્ટ

આજે બોલીવુડના એવા અભિનેતાનો જન્મદિવસ છે, જે પોતાના અભિનયની સાથે સાથે ડાન્સ, લૂક્સ, રોમાન્ટિક છબિ માટે પણ જાણીતો છે. આમ તો તે બોલીવુડના મોટા સ્ટારનો દીકરો છે, તેમ છતાં ઘણાં સંઘર્ષ પછી બોલીવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી શક્યો. આ અભિનેતાનું નામ છે શાહિદ કપૂર, જે જાણીતાં અભિનેતા પંકજ કપૂરનો દીકરો છે. તેના જન્મદિવસે જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... જે કદાચ જ તમે જાણતાં હો.

શાહિદ કપૂર પંકજ કપૂરના ઘરે જન્મ થયો હતો, પણ તેના સંઘર્ષની સ્ટોરી પણ પ્રેરણાદાયક છે. તેણે વર્ષ 2016માં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઘણીવાર એવું થતું કે તેની પાસે ખાવા માટે પૈસા અને ઑડિશન આપવા જવાનું ભાડું પણ નહોતું. તેણે આગળ કહ્યું, "હું તેવું જીવન જીવ્યો છું, જેના વિશે હું વાત નથી કરતો. પણ, આ મારી હકીકત છે."

100 ફિલ્મોમાં થયો હતો રિજેક્ટ
શાહિદ કપૂર આજે બોલીવુડના ટૉપ એક્ટર્સમાંનો એક છે. તાજેતરમાં જ તેની ફિલ્મ કબીર સિંહે બૉક્સ ઑફિસ પર ખૂબ જ સારું કામ કર્યું હતું. પણ, શું તમે જાણો છો કે તેને બોલીવુડમાં એન્ટ્રી પહેલા લગભગ 100 ફિલ્મોમાં રિજેક્ટ થવું પડ્યું હતું. ત્યાર બાદ તેણે પોતાની પહેલી ફિલ્મ ઇશ્ક-વિશ્ક સાથે પોતાના બોલીવુડ કરિઅરની શરૂઆત કરી હતી.

shahid kapoor happy birthday bollywood bollywood news bollywood gossips