Happy Birthday: આ કારણસર આત્મહત્યા કરવાના હતા મનોજ બાજપેઇ

23 April, 2020 06:10 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Happy Birthday: આ કારણસર આત્મહત્યા કરવાના હતા મનોજ બાજપેઇ

મનોજ બાજપેઇ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક કલાકારો એવા છે જેઓ અભિનયની કસોટી પર સો ટકા ખરા માનવામાં આવે છે. તેમના ફિલ્મમાં હોવાનો અર્થ છે કે તમને જબરજસ્ત એક્ટિંગ જોવા મળશે. હવે તો દર્શકોની પસંદ પણ મોટા મોટા સ્ટાર્સ નહીં, પણ સારી સ્ટોરી અને સારા એક્ટર્સ છે. તેમનામાં ઉચ્ચ કોટીના કલાકારોમાં મનોજ બાજપેઇનું નામ આવે છે.

મનોજ બાજપેઇનો જન્મ 23 એપ્રિલ 1969ના બિહારના નરકટિયાગંજમાં થયો હતો. તેમણે પોતાની સ્કૂલિંગ રાજા હાઇસ્કૂલ, બેતિયા જિલ્લામાંથી કરી. ત્યાર બાદ તે સત્યવતી કૉલેજ ગયા, પછી સ્નાતક સુધીની સ્ટડી માટે દિલ્હી વિશ્વવિદ્યાલયના રામજસ કૉલેજમાં ગયા. 4 વાર નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી નકારી દેવામાં આવ્યા બાદ તે આત્મહત્યા કરવા માગતા હતા. ત્યારે જ તેમને રઘુવીર યાદવે બૈરી જૉનની એક્ટિંગ વર્કશૉપ કરવાની સલા હ આપી.

મનોજ બાજપેઇની પત્નીનું નામ નેહા બાજપેઇ છે. નેહા પણ મનોજની જેમ જ બોલીવુડ સાથે જ જોડાયેલી છે. નેહાનું સાચ્ચું નામ શબાના રઝા છે. બોલીવુડ ફિલ્મોમાં આવ્યા પછી તેમણે પોતાનું નામ બદલી દીધું. નેહાએ પોતાનો ડેબ્યૂ બૉબી દેઓલની ફિલ્મ 'કરીબ' દ્વારા કર્યો હતો.

મનોજે પોતાના સંઘર્ષના સમયમાં દિલ્હીની એક છોકરી સાથે લગ્ન કર્યા હતા પણ બન્નેના લગ્ન વધારે ટક્યા નહીં. કહેવામાં આવે છે કે મનોદ અને તેમની પહેલી પત્ની 2 મહિનામાં જ જુદાં થઈ ગયા હતા. તેમના જુદાં થવાનું કારણ મનોજનો સ્ટ્રગલિંગ ટાઇમ માનવામાં આવી રહ્યો છે. નેહા અને મનોજ બાજપેઇની મુલાકાત ફિલ્મ 'કરીબ'ના રિલીઝ પછી થઈ હતી. નેહાની ફિલ્મ 'કરીબ' અને મનોજની ફિલ્મ 'સત્યા' એકસાથે જ રિલીઝ થઈ હતી.

મનોજ બાજપેઇએ પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત દૂરદર્શન પર પ્રસારિત થનારા ધારાવાહિક 'સ્વાભિમાન' સાથે કરી. તેમણે ફિલ્મોમાં સૌથી પહેલી તક આફી શેખર કપૂરે. વર્ષ 1994માં શેખર કપૂરની પહેલી ફિલ્મ 'બૈંડિટ ક્વીન' સાથે ફિલ્મ કરિઅરની શરૂઆત કરી પણ તેમને ઓળખ મળી વર્ષ 1998માં રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા' દ્વારા.

ફિલ્મ 'સત્યા' અને 'શૂલ' માટે મનોજ બાડપેઇને ફિલ્મફૅર બેસ્ટ એક્ટરનો અવૉર્ડ પણ મળ્યો. જ્યારે ફિલ્મ 'પિંજર'માં જબરજસ્ત એક્ટિંગ માટે તેમને નેશનલ પિલ્મ એવૉર્ડ (સ્પેશિયલ જ્યૂરી) મળ્યો. તે પાત્રને વધુમાં વધુ રિયલ બનાવવા માટે તેને રિયલ જીવનમાં જીવવાનો પ્રયત્ન કરતા. 'સત્યા', 'શૂલ', 'સ્પેશિયલ 26', 'ગૈંગ્સ ઑફ વાસેપુર', 'રાજનીતિ' જેવી ફિલ્મોમાં તેમણે જબરજસ્ત કામ કર્યું છે.

manoj bajpayee happy birthday bollywood bollywood news bollywood gossips