Gulshan Kumar Birth Anniversary: જ્યૂસ વેંચતા ગુલશન એકાએક બન્યા કરોડપતિ

05 May, 2020 01:36 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Gulshan Kumar Birth Anniversary: જ્યૂસ વેંચતા ગુલશન એકાએક બન્યા કરોડપતિ

ગુલશન કુમાર

બોલીવુડમાં પોતાની મહેનતથી એક સ્થાન મેળવનારા ગુલશન કુમાર આજે પણ લોકોના હ્રદયમાં જીવે છે. દિલ્હીમાં એક ફળ વેચનાર સામાન્ય પંજાબી પરિવારનો છોકરો ફક્ત ફિલ્મનિર્માતા બન્યો એટલું જ નહીં, પણ જેના ગયા પછી આજે પણ તેમની મ્યૂઝિક કંપની દેશની સૌથી મોટી કંપની છે. આજે ગુલશન કુમારનો જન્મદિવસ છે. તેમનો જન્મ 5 મે, 1951ના થયો હતો. તેમના પિતા દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં જ્યૂસ વેચવાનું કામ કરતા હતા, અને તેમણે જ જગ્યાએ કેસેટ્સ અને ઑડિયો રેકૉર્ડ્સ વેચવાનું કામ શરૂ કર્યું.

અહીંથી જ તેમની અંદર સંગીત પ્રત્યે રસ જાગ્યો. જેના પછી તેમણે આગળ ચાલીને પોતાના વ્યવસાયને આગળ વધાર્યું અને સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝના નામે પોતાની કંપની શરૂ કરી દીધી. પછી તેમણે દિલ્હી નજીક નોએડામાં એક મ્યૂઝિક કંપનીની શરૂઆત કરી અને 1970ના દાયકામાં સારી ક્વૉલિટીની સંગીતની કેસેટ્સ વેચવાનું કારોબાર ફેલાવી દીધું. આજે જાણીએ ગુલશન કુમારના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

ગુલશન કુમારનું આખું નામ ગુલશન કુમાર દુઆ છે. તેમનો જન્મ દિલ્હીના પંજાબી પરિવારમાં થયો હતો. ગુલશન કુમાર પોતાના પિતાને ચંદ્ર ભાન ગુઆ સાથે દિલ્હીના દરિયાગંજમાં જ્યૂસની દુકાનમાં મદદ કરતા હતા. થોડાંક સમય પછી તેમણે આ કામ છોડી દીધું અને દિલ્હીમાં જ કેસેટ્સની દુકાન ખોલી, જ્યાં તેમણે સસ્તા ભાવમાં ગીતની કેસેટ્સ વેચવા લાગ્યા.

જોતજોતામાં ગુલશન કુમારે આ કામ આગળ વધાર્યું અને તેમણે નોએડામાં 'ટી સીરીઝ' નામથી મ્યૂઝિક કંપનીની શરૂઆત કરી. પછી તો ગુલશન કુમાર દિલ્હીથી મુંબઇ તરફ વળ્યા અને તે મુંબઇ આવ્યા. ઉલ્લેખનીય છે કે તેઓ ફિલ્મ નિર્માતા સાથે જ એક શાનદાર સિંગર પણ હતા. તેમણે ઘણાં બધાં ભક્તિ ગીતો ગાયા જેને લોકો આજે પણ ખૂબ જ પસંદ કરે છે. ગુલશન કુમારના અવાજમાં ભક્તિ સંગીતમાં "મેં બાલક તું માતા શેરા વાલિએ" ગીત સતત લોકપ્રિય રહ્યું છે.

એટલું જ નહીં ગુલશન કુમારે કેટલાક ગાયકોનું પણ કરિઅર બનાવ્યું. તેમણે સોનૂ નિગમ, અનુરાધા પૌડવાલ અને કુમાર સાનૂ જેવા સદાબહાર ગાયકો લૉન્ચ કર્યા. ગુલશન કુમારે ટી સીરીઝ દ્વારા સંગીતને ઘરે-ઘરે પહોંચાડવાનું કામ કર્યું, પણ વર્ષ 1997માં એક અકસ્માત થયો જેણે દરેકને હલબલાવી મૂક્યા. 12 ઑગસ્ટ, 1997ના મુંબઇમાં એક મંદિરની બહાર ગુલશન કુમારની કેટલાક લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી.

happy birthday bollywood bollywood news bollywood gossips