Gully Boy Box Office: 4 દિવસમાં 72 કરોડની કરી કમાણી

19 February, 2019 08:09 AM IST  | 

Gully Boy Box Office: 4 દિવસમાં 72 કરોડની કરી કમાણી

ગલી બોયના એક સીનમાં સિદ્ધાંત ચતુર્વેદી અને રણવીરસિંહ

ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયના દર્શકોથી લઈને ક્રિટિક્સ બધા જ વખાણ કરી રહ્યા છે. ફિલ્મના દરેક પાસાને પ્રશંસા મળી રહી છે. અને દર્શકોનો પ્રેમ બોક્સ ઓફિસ પર પણ દેખાઈ રહ્યો છે. રણવીર-આલિયા સ્ટારર ગલી બોય પહેલા જ વીક એન્ડમાં 72.45 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. ફિલ્મ આ અઠવાડિયામાં 100 કરોડનો આંકડો પાર કરી દેશે.

ગુરુવારે વેલેન્ટાઈન ડે હોવાને કારણે ગલી બોય ગુરુવારે રિલીઝ થઈ હતી.આમ તો 14 ફેબ્રુઆરી વર્કિંગ ડે હતો પણ વેલેન્ટાઈન ડે હોવાનો કારણે ફિલ્મને મોટી સંખ્યામાં દર્શકો મળ્યા હતા, જેને કારણે શુક્રવારે ફિલ્મનું કલેક્શન ઘટ્યું છે. શુક્રવારે ફિલ્મ 13.60 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન થયું છે. આ સાથે બંનેએ કુલ મળીને 33 કરોડનું કલેક્શન કર્યું છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે શુક્રવારે ગલી બોયની કમાણી ઓછી રહી છે. શનિવાર અને રવિવારે કલેક્શન વધે તેવી શક્યતા છે. જો કે 4 દિવસ લાંબા ઓપનિંગ બાદ પણ ફિલ્મ 100 કરોડ કમાણી તેવી શક્યતા નહિવત્ છે. પહેલા અઠવાડિયામાં ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી શકે છે. જો આવું થશે તો ગલી બોય ઝોયા અખ્તરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની જશે. ઝોયા અખ્તરની ઝિંદગી ના મિલેગી દોબારાએ 90 કરોડની કમાણી કરી હતી.

રણવીરસિંહે આ ફિલ્મમાં ઝોયા અખ્તર સાથે બીજી વાર કામ કર્યું છે. આ પહેલા તેઓ દિલ ધડકને દોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ગલી બોય ધારાવીને રૅપર ડિવાઈન અને નેઈઝીની જિંદગી પર આધારિત છે, ફિલ્મમાં રણવીરસિંહે રૅપરનો રોલ કર્યો છે.

આ પણ વાંચોઃ Gully Boy જોયા બાદ રણવીર સિંહની પ્રશંસા કરી વિલ સ્મિથે

લક બાય ચાન્સ, ઝિંદગી ના મિલેગી દોબારા અને દિલ ધડકને દો જેવી ફિલ્મો આપનાર ઝોયા અખ્તર બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે તૈયાર છે. ગલી બોય ઝોયા અખ્તરની ટેલેન્ટને દુનિયા સામે દેખાડી દીધી છે.

ranveer singh zoya akhtar