રણવીર સિંહ સારો ઍક્ટર છે : ગોવિંદા

23 December, 2018 07:18 PM IST  |  Mumbai

રણવીર સિંહ સારો ઍક્ટર છે : ગોવિંદા

ગોવિંદા અને રણવીર સિંહ (ફાઇલ)

ગોવિંદાએ રણવીર સિંહને સારો કલાકાર જણાવ્યો છે. આ બન્નેએ ‘કિલ દિલ’માં સાથે કામ કર્યું હતું. તાજેતરમાં જ આ બન્ને પ્રિયંકા ચોપડા અને નિક જોનસના રિસેપ્શનમાં મળ્યા હતા. રણવીર હંમેશાં કહેતો આવ્યો છે કે તે ગોવિંદાનો મોટો ફૅન છે. રણવીરે બન્નેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો જેમાં રણવીરે ગોવિંદાના ખભા પર માથું રાખ્યું છે. એ ફોટોને હીરો નંબર વન એવી કૅપ્શન પણ આપી હતી.

રણવીરની પ્રશંસા કરતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘તે ખરેખર ખૂબ જ સારો ઍક્ટર છે. તે સખત મહેનતુ પણ છે. તેના પર હંમેશાં ભગવાનના આર્શીવાદ રહે એવી શુભકામના.’

govinda ranveer singh bollywood