સારા ડાન્સર બનવાની ટિપ્સ આપી ગોવિંદાએ

29 December, 2018 08:44 AM IST  | 

સારા ડાન્સર બનવાની ટિપ્સ આપી ગોવિંદાએ

ગોવિંદા

ગોવિંદાનું કહેવું છે કે સારા ડાન્સરને પોતાની ભાવના વ્યક્ત કરવા માટે વધુ શબ્દોની જરૂર નથી હોતી. ગોવિંદાએ તાજેતરમાં જ ‘ડાન્સ પ્લસ ૪’ના શોમાં હાજરી આપી હતી. આ શોમાં ડાન્સ માટેની ખાસ ટિપ્સ આપતાં ગોવિંદાએ કહ્યું હતું કે ‘એક કલાકારે દરેક વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ અને દરેક જગ્યાએ ઓવર-ઍક્ટિંગ કરવાને બદલે દર્શકો સુધી પોતાના ઇમોશન્સને સચોટતાથી પહોંચાડવા જોઈએ.

આ પણ વાંચો : રણવીર સિંહ સારો ઍક્ટર છે : ગોવિંદા

એક ડાન્સર તરીકેનો તમારું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ અને તમે જે વિચારો છો એ ડાન્સ થકી ઑડિયન્સ સુધી પહોંચાડવું જોઈએ. એક સારા ડાન્સરને પોતાના હાવભાવ દર્શાવવા માટે વધુ શબ્દોની જરૂર નથી હોતી. સૌથી અગત્યનું એ છે કે દરેક ડાન્સ સ્ટેપ દ્વારા તમારી ફીલિંગ્સ લોકો સુધી પહોંચવી જોઈએ.’

govinda bollywood news