કર્ણાટક હાઇકોર્ટમાં અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ વિરુદ્ધ અરજી નોંધાઇ..

27 December, 2019 08:02 PM IST  |  Mumbai Desk

કર્ણાટક હાઇકોર્ટમાં અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ વિરુદ્ધ અરજી નોંધાઇ..

ફિલ્મ કલાકાર અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ અભિનીત ફિલ્મ ગુડ ન્યૂઝ આજે સ્ક્રીન પર રિલીઝ થઈ છે. ફિલ્મને મળતાં આ રિસ્પોન્સને એન્જૉય કરતાં પહેલા જ આ ફિલ્મને લઈને વિવાદ થઈ ગયો છે અને આ ફિલ્મ વિરુદ્ધ હાઇકોર્ટમાં એક જનહિત યાચિકા દાખલ કરીને ફિલ્મને અટકાવવાની માગ કરવામાં આવી છે.

યાચિકામાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ આઇવીએફની વિશ્વસનીયતા વિશે ઘણાં બધાં વહેમ અને અનિશ્ચિતતાઓ ઊભી કરે છે. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર જબરજસ્ત કલેક્શન કરી શકે છે, ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મ ગુડ ન્યૂઝને પહેલાથી હીટ કરાર કરી દીધી છે. અક્ષય કુમાર, કરીના કપૂર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંઝ અભિનીત આ ફિલ્મ બધાંને પસંદ આવી રહી છે.

ફિલ્મને સોશિયલ મીડિયા પર પણ સારી કોમેન્ટ્સ મળી રહી છે. ભલે ફિલ્મને પસંદ કરવામાં આવી રહી છે પણ હવે કર્ણાટકના હાઇ કૉર્ટમાં ફિલ્મ વિરુદ્ધ એક જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે. કર્ણાટક હાઇકોર્ટમાં દાખલ જનહિત યાચિકા મૈસૂરુ નિવાસી અને યસ ટ્રસ્ટના અધ્યક્ષ મીર સમીમ રઝાએ દાખલ કરી છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ નિઃસંતાન દંપત્તિઓને ગુમરાહ કરે છે અને આઇવીએફ સેંટરની વિશ્વસનીયતા પર સવાલ ઊભા કરે છે.

ન્યૂઝ મિનિટની રિપોર્ટ પ્રમાણે પિટીશનમાં લખ્યું છે, "ફિલ્મ બે નિઃસંતાન કપલ વિશે છે, જે આઇવીએફ કરાવવા આવે છે, અને પછી સ્પર્મની અદલા-બદલી થઈ જાય છે. આ આઇવીએફની પોતાની વિશ્વસનીયતા વિશે ખૂબ જ ભ્રમ અને અનિશ્ચિતતા ઊભી કરે છે. નિઃસંતાન દંપત્તિ પહેલાથી જ અત્યધિક સામાજિક અને મનોવૈજ્ઞાનિક દબાણમાં છે, આ આગળ જતાં તેમને ઇમોશનલી હજી વધારે પરેશાન કરી શકે છે."

આ પણ વાંચો : ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

હજી આના પર ફિલ્મના નિર્માતાઓએ પોતાની પ્રતિક્રિયા નથી આપી અને એવા કયાસ લગાડવામાં આવે છે કે ટૂંક સમયમાં જ નિર્માતા પોતાનો જવાબ આપી શકે છે.

akshay kumar kareena kapoor diljit dosanjh kiara advani bollywood bollywood news