કિંગ્સ મારા માટે હંમેશાંથી વર્લ્ડ ચૅમ્પિયન રહ્યું છે : વરુણ ધવન

08 May, 2019 08:52 AM IST  |  મુંબઈ

કિંગ્સ મારા માટે હંમેશાંથી વર્લ્ડ ચૅમ્પિયન રહ્યું છે : વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવનનું કહેવું છે કે મુંબઈનું હિપ-હૉપ ડાન્સ ગ્રુપ તેના માટે હંમેશાંથી વર્લ્ડ ચૅમ્પિયન રહ્યું છે. આ ગ્રુપ હાલમાં જ અમેરિકાની ‘વર્લ્ડ ઑફ ડાન્સ’ ચૅમ્પિયનશિપનું વિનર બન્યું છે. તેમને 6.95 કરોડ રૂપિયાનું ઇનામ મ‍ળ્યું છે. ‘વર્લ્ડ ઑફ ડાન્સ’ દ્વારા તેમના ટ્‍‍વિટર અકાઉન્ટ પર તેમનો વિડિયો શૅર કરી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Met Gala 2019: પ્રિયંકા ચોપરા કરતા જેઠાલાલનો લૂક વધારે હિટ

આ ટ્વીટને વરુણે રી-ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘આ ખૂબ જ ગર્વની વાત છે. મેં ‘ABCD 2’ દરમ્યાન તેમની સાથે કામ કર્યું હતું. તેમણે ફિલ્મમાં જે હાર્ડ વર્ક કર્યું હતું એનો હું સાક્ષી છું. મારા માટે તેઓ હંમેશાંથી વર્લ્ડ ચૅમ્પિયન હતા અને દુનિયાને પણ એની જાણ થઈ ગઈ છે.’

varun dhawan bollywood news