મારા માટે સૌથી મોટો ખાન ઇરફાન છે : કરીના કપૂર ખાન

12 May, 2019 11:45 AM IST  | 

મારા માટે સૌથી મોટો ખાન ઇરફાન છે : કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાનનું કહેવું છે કે તેને માટે સૌથી મોટો ખાન જો કોઈ હોય તો તે ઇરફાન ખાન છે. કરીનાએ સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને સૈફ અલી ખાન સાથે પણ કામ કર્યું છે. તે હવે ઇરફાન સાથે ‘અંગ્રેઝી મીડિયમ’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેનું પોલીસનું પાત્ર નાનું, પરંતુ ખૂબ જ મહત્ત્વનું છે. આ ફિલ્મ વિશે તેણે શું તૈયારી કરી છે એ વિશે પૂછતાં કરીનાએ કહ્યું હતું કે ‘ઓહ ગૉડ, આ ફિલ્મ માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. મેં શાહરુખ, સલમાન, આમિર અને સૈફ સાથે કામ કર્યું છે, પરંતુ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે હું ઇરફાન ખાન સાથે કામ કરી રહી છું.

આ પણ વાંચો : પૉલિટિક્સમાં એન્ટર થવાનો કોઈ ઈરાદો નથી સુનીલ શેટ્ટીનો

તમામ ખાનમાં તે સૌથી ઉત્તમ ઍક્ટર છે. ઇરફાન મારા માટે સૌથી મોટો ખાન છે. કોની સાથે ઍક્ટિંગ કરવાનું એના લિસ્ટમાં મારે હવે ઇરફાન ખાન સાથેનું ટીકમાર્ક કરવું પડશે. મને ખબર છે કે આ નાનકડું પાત્ર છે, પરંતુ એનાથી કોઈ ફરક નથી પડતો. મને ખબર છે કે હું ખૂબ જ ઉત્સાહમાં છું અને તેની સાથે કામ કરવા માટે હું આતુરતાથી રાહ જોઈ રહી છું.’

kareena kapoor irrfan khan bollywood news