સત્તે પે સત્તાની રીમેકની જાહેરાત દિવાળી દરમ્યાન કરશે ફારાહ ખાન કુંદર

18 October, 2019 01:32 PM IST  |  મુંબઈ

સત્તે પે સત્તાની રીમેકની જાહેરાત દિવાળી દરમ્યાન કરશે ફારાહ ખાન કુંદર

ફારાહ ખાન

ફારાહ ખાન કુંદરે જણાવ્યું હતું કે ‘સત્તે પે સત્તા’ની રીમેકની જાહેરાત દિવાળી દરમ્યાન કરવામાં આવશે. તેનું એમ પણ કહેવું છે કે જ્યાં સુધી સત્તાવાર ઘોષણા નહીં કરવામાં આવે ત્યાં સુધી અફવાઓ ફેલાતી રહેશે. ચર્ચા એવી ચાલી રહી હતી કે આ ફિલ્મમાં હૃતિક રોશન અને અનુષ્કા શર્મા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૯૮૨માં આવેલી અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રીમેક છે. રોહિત શેટ્ટી આ પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરશે. આ રીમેક વિશે જણાવતાં ફારાહ ખાને કહ્યું હતું કે ‘રોહિત આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે અને હું ડિરેક્ટ કરીશ. અમે જ્યાં સુધી સાથે આવીને કોઈ નક્કર જાહેરાત ન કરીએ ત્યાં સુધી બધાં અનુમાન લગાવવામાં આવશે.

આ પણ વાંચો : જાણો કેમ ટ્રોલર્સના નિશાને આવી સારા અલી ખાન..

આશા રાખું છું કે દિવાળી દરમ્યાન જાહેરાત કરું. હું રોહિતની રાહ જોઈ રહી છું, કારણ કે તે તેની ફિલ્મ ‘સૂર્યવંશી’ના અંતિમ શેડ્યુલમાં વ્યસ્ત છે. લોકો ભલે ત્યાં સુધી ધારણાઓ બાંધતા અને અફવાઓ ફેલાતી. હું હજી પણ એમ જ કહીશ કે આ બધી અફવાઓ છે. હજી થોડો સમય રાહ જુઓ. અમે જલદી જ બધી જાહેરાત કરીશું.’

farah khan bollywood news