સેક્રેડ ગેમ્સ 2 વિરુદ્ધ ફરિયાદ

21 August, 2019 11:05 AM IST  |  મુંબઈ

સેક્રેડ ગેમ્સ 2 વિરુદ્ધ ફરિયાદ

અનુરાગ કશ્યપ

‘સેક્રેડ ગેમ્સ 2’નાં એક દૃશ્યમાં સૈફ અલી ખાન પોતાનું કડુ કાઢીને દરિયામાં ફેંકે છે. આ દૃશ્યની વિરોધમાં અકાળી દળનાં નેતા એમએલએ મનજિન્દર સિંહ સિરસાએ આ વેબ-સિરીઝનાં કો-ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા માટે ફરિયાદ દાખલ કરી છે. નેટફ્લિક્સની આ વેબ-સિરીઝ ૧૫મી ઑગસ્ટે રિલીઝ થઈ છે. મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું છે કે સિખ ધર્મમાં હાથમાં પહેરવામાં આવતું કડુ કોઈ સામાન્ય ઘરેણું નથી એ તો ગુરૂ સાહિબનાં આશિર્વાદ છે. આ વિશે ટ્‍‍વિટર પર મનજિન્દર સિંહ સિરસાએ ટ્વીટ કર્યું હતું કે ‘મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે બૉલીવુડ કેમ વારંવાર અમારા ધાર્મિક ચિહ્‌ન સાથે ચેડાં કરે છે. અનુરાગ કશ્યપે જાણી જોઈને આ દૃશ્ય ‘સેક્રેડ ગેમ્સ 2’માં રાખ્યું છે, જેમાં સૈફ અલી ખાન દરિયામાં એ કડુ ફેંકે છે. અમારા માટે કડુ એ કોઈ સામાન્ય ઘરેણું નથી એ તો સિખ ધર્મનું માન અને ગુરૂ સાહિબનાં આશિર્વાદ છે. તમને જો સિખ ધર્મ વિશે યોગ્ય માહિતી નથી તો પૂરતી જાણકારી મેળવ્યા વગર મુખ્ય કૅરૅક્ટરને તમે સીખ કેમ બનાવો છો.

આ પણ વાંચો : Sacred Games 2ના કારણે UAEનો આ વ્યક્તિ મુકાયો મુશ્કેલીમાં

પાંચ કકાર સીખ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ દૃશ્યને વહેલી તકે હટાવવામાં આવે એવી હું માગણી કરું છું. નહીં તો પ્રોડક્શન ટીમ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે. ‘સેક્રેડ ગેમ્સ 2’ દ્વારા લોકોની ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવા માટે મેં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.’

anurag kashyap bollywood news