ચીટ ઇન્ડિયાનું નામ બદલીને વાય ચીટ ઇન્ડિયા કરવામાં આવ્યું

11 January, 2019 08:43 AM IST  | 

ચીટ ઇન્ડિયાનું નામ બદલીને વાય ચીટ ઇન્ડિયા કરવામાં આવ્યું

ઇમરાન હાશ્મી

‘ચીટ ઇન્ડિયા’ના નામ માટે સેન્સર બોર્ડને વાંધો હોવાથી તેમણે ફિલ્મમેકર્સને નામ બદલવાની ભલામણ કરી હતી અને હવે આ ફિલ્મનું નવું નામ ‘વાય ચીટ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું છે. ઇમરાન હાશ્મીની આ ફિલ્મ એજ્યુકેશનની સિસ્ટમ પર આધારિત છે. સેન્સર બોર્ડની આ અપીલ બાદ ફિલ્મમેકર્સે ટી-સિરીઝ ફિલ્મ્સ, એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટ અને ઇમરાન હાશ્મી ફિલ્મ્સે એક્ઝામિંગ કમિટી અને રિવાઇઝિંગ કમિટી સાથે આ બાબતની ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ ફિલ્મને નવું ટાઇટલ ‘વાય ચીટ ઇન્ડિયા’ આપવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૮ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : ફિલ્મની રિલીઝની તારીખ બદલવા માટે કોઈએ દબાણ નથી આપ્યું : કંગના

ફિલ્મમેકર્સ મુજબ આ ફિલ્મ એક વર્ષથી જાહેર છે. સૌથી અગત્યની વાત તો એ છે કે ફિલ્મનાં ટીઝર, ટ્રેલર અને ટેલિવિઝન પ્રોમોઝને પહેલેથી જ આ ટાઇટલ સાથે સર્ટિફાઇ કરવામાં આવ્યાં છે. ફિલ્મની ટૅગલાઇન ‘નકલ મેં હી અકલ હૈ’ને પણ હટાવવામાં આવી છે.

emraan hashmi bollywood news