નવાઝુદ્દીન સિદ્દીકીની મૅક્‌માફિયાને મળ્યો ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સ

27 November, 2019 12:31 PM IST  |  New Delhi

નવાઝુદ્દીન સિદ્દીકીની મૅક્‌માફિયાને મળ્યો ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સ

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીની ‘મૅક્‌માફિયા’ને ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં બેસ્ટ ડ્રામા સિરીઝનો અવૉર્ડ મળ્યો છે. આ એક બ્રિટીશ ક્રાઇમ ડ્રામા છે. યુ.કે.ની આ થ્રિલર સિરીઝને જેમ્સ વૉટકિન્સે ડિરેક્ટ કરી હતી. આ અવૉર્ડ માટે બ્રિટીશ ‘મૅક્‌માફિયા’ની સાથે જર્મનીની ‘બૅડ બૅન્ક્સ’, ઇન્ડિયાની ‘સેક્રેડ ગેમ્સ’ અને બ્રાઝિલની ‘વન અગૅઇન્સ્ટ ઑલ’નો સમાવેશ થાય છે. આ અવૉર્ડ સેરેમની હાલમાં જ ન્યુ યૉર્કમાં આયોજિત કરવામાં આવી હતી. આ સિરીઝમાં નવાઝુદ્દીન એક ભારતીય બિઝનેસમૅનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : કરીના સાથે કામ કરવું વાઇલ્ડ પિકનિક જેવુ લાગે છે અક્ષયને

ટ્રોફીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નવાઝુદ્દીને કૅપ્શન આપી હતી કે ‘અમારા કામ માટે મારા ફૅવરિટ ડિરેક્ટર જેમ્સ વૉટકિન્સ સાથે ન્યુ યૉર્કમાં આયોજિત ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સની ઇવેન્ટમાં આ સુંદર ટ્રોફી જીતવી એ ખરેખર અવર્ણનીય લાગણી છે. ‘મૅક્‌માફિયા’ની પૂરી ટીમને શુભકામના.’

nawazuddin siddiqui bollywood news