ડ્રીમ ગર્લના ડિરેક્ટરને કાર ગિફ્ટ કરી એકતાએ

24 December, 2019 12:15 PM IST  |  Mumbai

ડ્રીમ ગર્લના ડિરેક્ટરને કાર ગિફ્ટ કરી એકતાએ

એકતા કપૂર સાથે રાજ શાંડિલ્ય

એકતા કપૂરે ‘ડ્રીમ ગર્લ’ના ડિરેક્ટર રાજ શાંડિલ્યને એક લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરી છે. આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’ને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. ડિરેક્ટર અને પ્રોડ્યુસર ફરી એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં હોવાથી એકતાએ કાર ગિફ્ટ કરી છે. એકતાની ‘એક વિલન’એ સો કરોડની ક્લબમાં એન્ટ્રી કરી હતી ત્યારે તેણે મોહિત સુરીને પણ કાર ગિફ્ટ કરી હતી. રાજની ‘ડ્રીમ ગર્લ’એ ૧૪૨.૨૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ કેલક્શન એકતાની તમામ ફિલ્મોમાં હાઇએસ્ટ છે.

ekta kapoor bollywood news