Dream Girl Box Office Collection:આટલી વધી ફિલ્મની કમાણી

15 September, 2019 12:25 PM IST  |  મુંબઈ

Dream Girl Box Office Collection:આટલી વધી ફિલ્મની કમાણી

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લનું બોક્સ ઓફિસ કલેક્શન બીજા દિવસે ખાસ્સુ વધ્યું છે. ડ્રીમ ગર્લે બોક્સ ઓફિસ પર 26.47 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના છોકરા અને છોકરી બંનેના રોલમાં દેખાઈ રહ્યા છે. આ ફિલ્મને રિલીઝ થવાના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કુલ 10.05 કરોડ રૂપિયાનું ઓપનિંગ મળ્યું હતું. આ ફિલ્મે રિલીઝના બીદા દિવસે 16.42 કરોડ રૂપિયા ઉસેટ્યા છે. એટલે કે ફિલ્મે બીજા દિવસની કમાણીમાં 60 ટકાનો વધારો કર્યો છે.

ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે સોશિય લમીડિયા પર લખ્યું,'ડ્રીમ ગર્લની બીજા દિવસની કમાણી 63.38 ટકા ઉછાળો થયો છે. ફિલ્મ સર્કિટમાં સારુ પર્ફોમ કરી રહી છે. મેટ્રો, ટાયર 2, ટાયર 3 શહેરમાં ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે.'

ત્રીજા દિવસની કમાણી બીજા દિવસ કરતા પણ વધે તેવી શક્યતા છે. શુક્રવારે ફિલ્મને 10 કરોડથી વધુનું ઓપનિંગ મળ્યું હતું. તો શનિવારે ફિલ્મની કમાણીમાં 16.42 કરોડ ઉમેરાયા છે. ફિલ્મની કુલ કમાણી હવે 26.47 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ જ્યારે ઓજસ રાવલે ટોરેન્ટોની ધરતી સજીવન કર્યા ગાંધીજીને....

ફિલ્મ ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાના ઉપરાંત નુસરત ભરૂચા લીડ રોલમાં છે. આ બંને ઉપરાંત ફિલ્મમાં વિજય રાઝ અને અન્નૂ કપૂર પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના એવા યુવકની ભૂમિકા ભજવી રહ્યા છે, જે છોકરા અને છોકરી બંનેના અવાજમાં વાત કરી શકે છે. જેને કારણે તેમને એક કોલ સેન્ટરમાં નોકરી મળી જાય છે. જ્યાં તેમણે મહિલાના અવાજમાં વાત કરીને લોકોને લલચાવવાના હોય છે.

આયુષ્માન ખુરાનાની મુશ્કેલી ત્યારે વધી જાય છે, જ્યારે લોકોને લલચાવતા લલચાવતા લોકો તેમના પ્રેમમાં પડી જાય છે. પછી શું થાય છે એ જાણવા માટે તો તમારે ફિલ્મ જ જોવી પડશે. આયુષ્માન ખુરાના ફિલ્મમાં પૂજા નામની યુવતીના રોલમાં છે.

ayushmann khurrana nushrat bharucha entertaintment