શું સલમાનની ‘દબંગ 3’માં જોવા મળશે પ્રીતિ ઝિન્ટા?

01 November, 2019 11:51 AM IST  |  મુંબઈ

શું સલમાનની ‘દબંગ 3’માં જોવા મળશે પ્રીતિ ઝિન્ટા?

પ્રીતિ ઝિન્ટા

સલમાન ખાનની ‘દબંગ 3’માં પ્રીતિ ઝિન્ટા જોવા મળે એવી શક્યતા દેખાઈ રહી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર જોવા મળશે. એવામાં સલમાન સાથેના ફોટો એ ચર્ચાને વેગ આપી રહ્યા છે કે શું આ ફિલ્મમાં પ્રીતિ પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે? આ ફોટોમાં સલમાન પોલીસના યુનિફૉર્મમાં છે. સાથે જ પ્રીતિએ પણ બ્લુ પોલીસનો યુનિફૉર્મ પહેર્યો છે.

આ પણ વાંચો : 'નાયક' ફિલ્મની જેમ CM બનાવવાની ફૅન્સની અપીલ પર અનિલ કપૂરે કહ્યું...

આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને પ્રીતિએ ટ્વીટ કર્યું હતું કે ‘આ હૅલોવીનમાં હું ઉત્તર પ્રદેશમાં સ્પેશ્યલ વ્યક્તિને મળી. કો‌ણ છે તે? વિચારો અને કહો. હૅલોવીનમાં કંઈ પણ બની શકે છે. અહીં અમે મોજમજા કરી અને થોડા ક્રેઝી પણ બન્યાં.’

preity zinta Salman Khan dabangg 3 bollywood news