શું અનુરાગ કશ્યપની એક્સ વાઈફને મળી ગયો નવો પ્રેમ? શૅર કરી આ તસવીર

04 September, 2019 04:43 PM IST  |  મુંબઈ

શું અનુરાગ કશ્યપની એક્સ વાઈફને મળી ગયો નવો પ્રેમ? શૅર કરી આ તસવીર

કલ્કિ કોચલિન મિત્ર હર્ષબર્ગ સાથે

બૉલીવુડ ફિલ્મ 'દેવ ડી'માં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ કલ્કિ કોચલિનને આ ઈન્ડસ્ટ્રીમાં 9 વર્ષ થઈ ચૂક્યા છે. આ 9 વર્ષોમાં પોતાની એક્ટિંગના દમ પર કલ્કિએ એક ખાસ ઓળખ બનાવી છે. પણ તે સમયે કલ્કિ પોતાના પ્રોફેશનલ અને પર્સનલ બન્ને લાઈફના કારણથી ચર્ચામાં છે. હાલમાં જ તે નેટફ્લિક્સની વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સની સીઝન 2માં નજર આવી છે. એ સિવાય તે પોતાના એક ફોટોને લઈને ચર્ચાનો વિષય બની છે જે એણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

આ નવી તસવીર એક મિસ્ટ્રી બૉય સાથે નજર આવી છે. આ મિસ્ટ્રી બૉયનું નામ હર્ષબર્ગ છે. ફોટોથી એ અંદાજો લગાવી શકાય છે કે હર્ષ એનો બૉયફ્રેન્ડ છે. તસવીરમાં નજર આવી રહ્યું છે કે કલ્કિ અને હર્ષ એક બીચ પર ઉભા છે અને તે એક્ટ્રેસને કિસ કરી રહ્યા છે. કલ્કિ આ ફોટોમાં ઘણી ખુશ દેખાઈ રહી છે. એની તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે પોતાના નવા મિત્ર સાથે ઘણી ખુશ છે.

આ પણ વાંચો : લો.. પ્રિયંકાને નથી ખબર નિકની ઉંમર, ફેન્સે કરી ટ્રોલ

કલ્કિ આ ફોટો પર કેટલીક બૉલીવુડ એક્ટ્રેસે કમેન્ટ પર એના વખાણ કર્યા છે. એક્ટ્રેસ સિવાય હર્ષે પોતાના ફોટો પર કમેન્ટ કર્યા છે. હર્ષે લખ્યું તમે હંમેશા મારા ચહેરા પર હંસી લાવી દે છે. તમને જણાવી દઈએ કે કલ્કિએ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે 2011માં લગ્ન કર્યા હતા. પરંતુ બન્નેના લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા નથી. વર્ષ 2013માં બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો અને 2015માં બન્નેએ ડિવોર્સ લઈ લીધો. જોકે ડિવોર્સ બાદ પણ બન્નેની મિત્રતા કાયમ છે.

kalki koechlin bollywood news