ધર્મેન્દ્રએ ફોટો શૅર કરી કહ્યું,'મારું બાળપણ પણ કંઈક આવું જ હતું'

02 September, 2019 05:23 PM IST  |  મુંબઈ

ધર્મેન્દ્રએ ફોટો શૅર કરી કહ્યું,'મારું બાળપણ પણ કંઈક આવું જ હતું'

(Photo Credit- Dharmendra's Instagram and Twitter)

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 6 દાયકા બીતાવી ચૂકેલા ધર્મેન્દ્ર ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છે, અને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ભાવુક થઈ જાય છે. ધર્મેન્દ્ર ક્યારેક પોતાની જૂની યાદો તાજા કરે છે, અને ફોટોઝ પોસ્ટ કરીને પોતાના વીતેલા સમયને યાદ કરે છે.

આ વખતે પણ ધર્મેન્દ્રએ એક એવો ફોટો શૅર કર્યો છે, જેમાં તેઓ તો નથી. પરંતુ તેમના બાળપણ સાથે આ તસવીર જોડાયેલી છે. ધર્મેન્દ્રએ ખૂબ જૂનો ફોટો શૅર કર્યો છે, જેમાં ગામડાની એક મહિલા દીવાલ પર છાણા થાપી રહી છે. તેની નીચે એક બાળક બેઠું છે. આ ફોટો સાથે ધર્મેન્દ્રએ લખ્યુ,'મિત્રો, મારું બાળપણ પણ કંઈક આવું જ હતું. આજે પણ મારા ફાર્મ પર હું છાણા ભેગા કરું છું. ખાતર જ તેનું જીવન છે અને મારા ખેતરની જમીન , ખેતર, ખળું પાણી ખેડૂતની શાન છે.'

ધર્મેન્દ્ર આ ફોટો સાથે એવું કહેવા માગે છે કે તેમનું બાળપણ પણ આ જ રીતે ખાતર અને ખેતર વચ્ચે ગયું છે. આ સાથે જ ધર્મેન્દ્રએ મેસેજ પણ આપ્યો છે કે ખેતરો અને ખેડૂતો માટે છાણા એ ઉત્તમ ખાતર છે. ધર્મેન્દર પણ ખેડૂત પરિવારમાંથી આવે છે. અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલો સમય વીતાવ્યા બાદ પણ તેઓ પોતાના મૂળ નથી ભૂલ્યા.

આ પણ વાંચોઃ Sadhana: એક સમયે બોલીવુડમાં ગણાતા હતા સ્ટાઈલ આઈકન 

એંસીની ઉંમર વટાવી ચૂકેલા ધર્મેન્દ્ર હાલમાં ફિલ્મોથી ફુરસત મેળવી મોટાભાગનો સમય મુંબઇની નજીક તેમનું ફાર્મ હાઉસ છે ત્યાં વીતાવે છે, ત્યાં તે પોતાના મૂળિયાઓ સાથે જોડાયેલા હોય તેવું અનુભવે છે. ધર્મેન્દ્ર પોતાને ખેડૂતનો દીકરો કહેતા રહ્યાં અને ઘણીવાર ખેતરો-વાડીઓમાં સમય પસાર કરવાને માણતાં હોય છે.

dharmendra karan deol entertaintment