ધર્મેન્દ્ર અને તેમના પૌત્ર કરણ દેઓલમાં એક બાબતની છે સમાનતા

15 September, 2019 10:05 AM IST  |  મુંબઈ

ધર્મેન્દ્ર અને તેમના પૌત્ર કરણ દેઓલમાં એક બાબતની છે સમાનતા

ધર્મેન્દ્ર, કરણ દેઓલ અને સની દેઓલ

ધર્મેન્દ્ર અને તેમના પૌત્ર કરણ દેઓલમાં એક બાબતને લઈને સમાનતા છે. એ વાતનો ખુલાસો તેમણે હાલમાં જ સોની પર આવતા ‘સુપરસ્ટાર સિંગર’માં કર્યો હતો. કરણ ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. એના પ્રમોશન માટે તેઓ આ શોમાં પહોંચ્યા હતા. આ શો શનિવારે અને રવિવારે રાત્રે ૮ વાગ્યે દેખાડવામાં આવે છે. આ શોમાં પોતાના બાળપણને યાદ કરતાં ધર્મેન્દ્રએ કહ્યું હતું કે ‘મારા ગામ સાથે મને ખૂબ લગાવ છે. મને જ્યારે પણ તક મળે તો હું ગામની મુલાકાત અચૂક લઉં છું. મને હજી પણ યાદ છે કે હું મારા પપ્પાના પાકિટમાંથી તેમની જાણ બહાર બે આના, ત્રણ આના લેતો હતો. હું હલવાઈની દુકાને જતો અને ત્યાંથી મીઠાઈ અને સ્નૅક્સ ખાતો હતો. એ સમયે હું સીધો જ મીઠાઈની દુકાને જતો હતો અને તેને પૈસા આપ્યા વગર જ ત્યાંથી નીકળી જતો હતો. મારા પપ્પા જ્યારે મીઠાઈની દુકાને જતા તો તે દુકાનદાર તેમને કહેતો કે મેં ત્યાં જઈને મીઠાઈ ખાધી હતી અને પૈસા આપ્યા વગર જ ચાલ્યો ગયો હતો.’

આ પણ વાંચો : જાણો કેમ ઈરફાન ખાનને એરપોર્ટ પર લેવો પડ્યો વ્હીલચેરનો સહારો

આ વાત સાંભળતાં જ પોતે પણ દાદા જેવો હોવાનું જણાવતાં કરણ દેઓલે કહ્યું હતું કે ‘એક સામાન્ય બાબત મારામાં અને દાદામાં છે કે હું પણ મારી મમ્મીની પર્સમાંથી સો-બસો રૂપિયા લઈને વિડિયો ગેમની કૅસેટ્સ ખરીદતો હતો. મને ગેમ્સનો ખૂબ જ શોખ હતો.’

dharmendra sunny deol bollywood news