ધર્મા પ્રોડક્શન અને કરણ જોહરથી ખુશ નથી તેના કર્મચારી?

24 December, 2019 12:39 PM IST  |  Mumbai

ધર્મા પ્રોડક્શન અને કરણ જોહરથી ખુશ નથી તેના કર્મચારી?

કરણ જોહર

કરણ જોહરની કંપની ‘ધર્મા પ્રોડક્શન’માં કામ કરનાર વ્યક્તિ એનાથી ખુશ નથી એવું લાગી રહ્યું છે. આ પ્રોડક્શન-હાઉસમાં કામ કરનાર એક વ્યક્તિએ હાલમાં જ કરણ જોહરને એક લૅટર લખ્યો હતો. આ લૅટરમાં તેણે કહ્યું હતું કે યશ જોહર અને હીરૂ જોહરના જે સિદ્ધાંત હતાં એના પર કરણ ખરો નથી ઊતરી રહ્યો. તેનો આરોપ છે કે કરણ જોહર ફક્ત સેલિબ્રિટીઝના કિડ્સને જ મહત્ત્વ આપે છે અને બાહરની વ્યક્તિઓ સાથે સીધી વાત પણ નથી કરતો. આ વ્યક્તિએ એમ પણ જણાવ્યું હતું કે સિદ્ધાંત રૉય કપૂરનું પ્રોડક્શન-હાઉસ જાણી-અજાણી દરેક વ્યક્તિની ઍપ્લિકેશનનો રિસ્પેક્ટ પૂર્વક જવાબ આપે છે અને એ જ રીતે કરણ જોહરે પણ કામ કરવું જોઈએ. જો ‘ધર્મા પ્રોડક્શન’ની કાર્ય કરવાની પદ્ધતી જલદી બનાવવામાં ન આવી તો બહું જલદી એને બંધ કરવાના દિવસ આવી જશે.

karan johar dharma productions bollywood news