મેન્ટલ હેલ્થ અવેરનેસના ક્રિસ્ટલ અવૉર્ડ માટે દીપિકા પાદુકોણની પસંદગી

15 December, 2019 01:41 PM IST  |  Mumbai Desk

મેન્ટલ હેલ્થ અવેરનેસના ક્રિસ્ટલ અવૉર્ડ માટે દીપિકા પાદુકોણની પસંદગી

દીપિકા પાદુકોણને મેન્ટલ હેલ્થ પ્રતિ લોકોમાં સજાગતા લાવવા માટે તાજેતરમાં જ ક્રિસ્ટલ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવી છે. દીપિકા એક માત્ર ભારતીય ઍક્ટ્રેસ છે જેને દાવોસ ૨૦૨૦માં સ્થાન મળ્યું છે. આ પુરસ્કાર મળતાં લાગણી વ્યક્ત કરતાં દીપિકાએ કહ્યું હતું કે ‘લગભગ ૩૦૦ મિલ્યન લોકો આ બીમારીથી પીડાય છે. વિશ્વમાં આજે ડિપ્રેશન આ બીમારી અને વિકલાંગતાનું મૂળ કારણ છે. વિશ્વમાં ફેલાયેલી બીમારીમાં એનું સૌથી વધુ યોગદાન છે. એથી એક વાત તો સ્પષ્ટ જ છે કે આ મુદ્દા સંદર્ભે આપણે જેમ બને એમ વધુ પ્રમાણમાં ચર્ચા કરવી જોઈએ. હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવું છું કે મને ક્રિસ્ટલ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવી છે. હું આ અવૉર્ડને વિશ્વના એ લોકોને સમર્પિત કરવા માગું છું જે સ્ટ્રેસ, ગભરામણ અને તણાવનો અને એના જેવી જ અન્ય બીમારીઓનો શિકાર બન્યા છે.’

deepika padukone bollywood bollywood news bollywood gossips