માનસિક બીમારીએ મને ઘણુંબધું શીખવ્યું છે: દીપિકા પાદુકોણ

21 June, 2019 09:31 AM IST  |  ન્યુ યૉર્ક

માનસિક બીમારીએ મને ઘણુંબધું શીખવ્યું છે: દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકો‌ણનું કહેવું છે કે તેની માનસિક બીમારીએ તેને ઘણુંબધું શીખવ્યું હતું. દીપિકા હાલમાં ન્યુ યૉર્ક આયોજિત એક ફન્ડ રેઝિંગ ઇવેન્ટમાં પહોંચી હતી. આ ઇવેન્ટમાં તેણે માનસિક બીમારીને લઈને નિખાલસપણે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. મેન્ટલ ઇલનેસ વિશે જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘મારા માટે સૌથી કપરો સમય એ હતો કે જ્યારે હું એ જાણી નહોતી શકી કે હું આ બીમારીમાં સપડાઈ છું. જે દિવસે મને જાણ થઈ કે એ બીમારીને ક્લિનિકલ ડિપ્રેશન કહેવાય છે એ સમયથી હું રાહત અનુભવવા લાગી હતી.’

આ પણ વાંચો : મૉડર્ન દેવદાસ કહીને બોલાવશે તો એને પ્રશંસા માનીશ : શાહિદ કપૂર

ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘મેન્ટલ ઇલનેસ વર્તમાનમાં સમાજ માટે એક મોટો પડકાર છે. જોકે આ બીમારી સાથેના અનુભવે મને ઘણું શીખવ્યું હતું કે ધૈર્ય રાખવું જોઈએ. સાથે જ સૌથી અગત્યનું એ પણ છે કે આશા કદી ન છોડવી જોઈએ.’

deepika padukone bollywood news