દીપિકા પાદુકોણે જણાવ્યાં રણવીર સિંહનાં સીક્રેટ્સ

22 February, 2019 11:11 AM IST  | 

દીપિકા પાદુકોણે જણાવ્યાં રણવીર સિંહનાં સીક્રેટ્સ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે તાજેતરમાં જ હસબન્ડ રણવીર સિંહનાં અનેક સીક્રેટ્સ જાહેરમાં જણાવ્યાં હતાં. બુધવારે નાયકા ફેમિના બ્યુટી અવૉર્ડ્સ ૨૦૧૯માં આ બન્નેએ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં બન્નેને બ્યુટિફુલ કપલ ઑફ ધ યરના ટાઇટલથી નવાજવામાં આવ્યાં હતાં. સાથે જ દીપિકાને અહીં વુમન ઑફ ધ યર અવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રણવીર વિશે પૂછવામાં આવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘રણવીર શાવર માટે ઘણો સમય લે છે. રણવીર બેડ પર પણ ઘણો સમય લે છે.’

આ પણ વાંચો : દિલ્હી 6 દિલથી બનાવવામાં આવી હતી : અભિષેક બચ્ચન

દીપિકાની આ વાત પર સૌકોઈ હસવા લાગ્યા તો તેણે બાદમાં ચોખવટ કરતાં કહ્યું હતું કે મારો કહેવાનો એ અર્થ છે કે તેને જલદી ઊંઘ નથી આવતી.

deepika padukone ranveer singh bollywood news