દીપિકાએ મેન્ટલ હૅલ્થ વિશે જાગૃતિ લાવવા માટે લેક્ચર સિરીઝની કરી શરૂઆત

19 September, 2019 12:03 PM IST  |  નવી દિલ્હી

દીપિકાએ મેન્ટલ હૅલ્થ વિશે જાગૃતિ લાવવા માટે લેક્ચર સિરીઝની કરી શરૂઆત

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે મેન્ટલ હૅલ્થ પર લોકોમાં સજાગતા લાવવા ‘લેક્ચર સિરીઝ’ની શરૂઆત કરી છે. તેનું કહેવું છે કે આ બિમારી અંગે ઘણું બધુ કરવાની જરૂર છે. દીપિકાની સંસ્થા ‘ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન’ દ્વારા નવી દિલ્હીમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડૉ સિદ્ધાર્થ મુખરજીએ લેક્ચર આપ્યુ હતું. મેન્ટલ હૅલ્થ વિશે લોકોમાં સજાગતા લાવવા અંગે દીપિકાએ કહ્યું હતું કે ‘મેન્ટલ હૅલ્થ માટે કારણભુત પરિબળોની વાત છે ત્યાં સુધી આપણે એ વિશે ઘણું ખરું કરી ચૂક્યા છે. જોકે લોકોમાં સજાગતા લાવવા માટે હજુ પણ ઘણું બધુ કરવાની જરૂર છે. એના માટે આપણે ઘણી મહેનત કરવી પડશે. મને લાગે છે કે આ વિષય પર હવે લોકો મુક્તમને ચર્ચા કરે છે. મને નથી લાગતુ કે ચાર વર્ષ પહેલા મેન્ટલ હૅલ્થને લઈને લોકોની જે માન્યતા હતી એ આજે પણ છે.’

આ પણ વાંચો : દુખની વાત છે કે ભારતમાં કૉમન ભાષા શક્ય નથી : રજનીકાન્ત

દીપિકા પોતે પણ થોડા વર્ષો અગાઉ ડિપ્રેશનનો શિકાર બની હતી. આ ‘લેક્ચર સિરીઝ’ યોજવાનો ઉદ્દેશ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘દુનિયામાં વસતા અલગ-અલગ પ્રોફેશનનાં લોકોને બોલાવવા અને એમાં પણ એવા લોકોને બોલાવવા જે પોતાની મેન્ટલ હૅલ્થ અને એની સાથે સંકળાયેલી જર્ની સંદર્ભે પોતાનાં અનુભવો શૅર કરવા માટે ઇચ્છુક હોય.’

deepika padukone bollywood news