દીપિકા પાદુકોણે એક્સ બૉયફ્રેન્ડ વિશે કહી આ વાત, પોતાને જ કહી બેવકૂફ

13 March, 2020 08:06 PM IST  |  Mumbai Desk

દીપિકા પાદુકોણે એક્સ બૉયફ્રેન્ડ વિશે કહી આ વાત, પોતાને જ કહી બેવકૂફ

દીપિકા પાદુકોણ

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક હેપ્પિલી મેરિડ વુમન છે. વર્ષ 2017માં તેણે રણવીર સિંહ સાથે લગ્ન કર્યા જે તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની ખૂબ જ રિસ્પેક્ટ કરે છે. પણ લગ્ન પહેલા દીપિકા પાદુકોણ પોતાના રિલેશનશિપ અને બ્રેકઅપને કારણે ડિપ્રેશનનો શિકાર પણ બની ચૂકી હતી, અને તેની આ વાત તેનો દરેક ચાહક જાણે છે. પોતાના ઍક્સ બૉયફ્રેન્ડને લઈને દીપિકાએ વધુ એક ખુલાસો કર્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક્ટ્રેસએ જણાવ્યું કે તેમના એક્સ બૉયફ્રેન્ડે તેને દગો આપ્યો, પણ તેના પછી તે તેની સામે માફી માગવા લાગ્યો અને દીપિકાએ તેને માફ કરી દીધું. પણ હવે દીપિકાને તેના તે નિર્ણય પર અફસોસ છે અને તેણે આ વિશેમાં ખુલીને વાત કરી છે.

ઇન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું, "મારી માટે સેક્સનો અર્થ ફક્ત ફિઝિકલ થવું નથી, પણ આમાં ઇમોશન્સ પણ જોડાયેલા છે. હું જ્યારે પણ કોઇક સંબંધમાં જોડાઇ છું તો મેં ક્યારે તેને દગો નથી આપ્યો. જો હું તેને દગો આપું કે ચીટ કરું તો હું આ સંબંધમાં જ કેમ રહું? આનાથી તો સારું છે કે હું સિંગલ રહું અને મસ્તી કરું. પણ બધાં આવા નથી હોતા, તેથી મને પહેલા ઘણાં દુઃખનો સામનો કરવો પડ્યો."

એક્સ બૉયફ્રેન્ડનું નામ લીઘા વગર જ દીપિકાએ કહ્યું, "હું એટલી બધી બેવકૂફ હતી કે મેં તેને તક આપી, જ્યારે મેં પોતે જ તેને રંગાયેલા હાથે પકડી લીધો હતો. પછી તેણે મારી પાસે ભીખ માગી હતી અને રિક્વેસ્ટ કરી હતી, તો મેં તેને માફી પણ આપી પરંતુ આ મારી બેવકૂફી હતી. મને તે બધી જ વસ્તુઓમાંથી બહાર આવવામાં ખૂબ જ સમય લાગ્યો. પણ હવે જ્યારે હું તે બધી વસ્તુઓમાંથી બહાર આવી ગઈ છું તો કોઇપણ મને તે સમયમાં પાછી ન લઈ જઈ શકે."

એક્ટ્રેસે આગળ જણાવ્યું, "તેણે મને પહેલીવાર દગો આપ્યો હતો ત્યારે મને લાગ્યું કે આ રિલેશનશિપમાં કે પછી મારામાં જ કંઇક તકલીફ હશે. પણ જ્યારે દગો આપવો કોઇની આદત જ હોય તો તે આ જ કરે છે. મેં મારા રિલેશનશિપમાં ઘણું બધું આફ્યું, પણ મને પાછું કંઇ જ ન મળ્યું. દગો કોઇપણ સંબંધનું બ્રેકર હોય છે. જ્યારે રિલેશનશિપમાં દગો આવી જા છે તો માન નથી રહેતું. વિશ્વાસ નથી રહેતો, કારણકે આ તમારા સંબંધોના પિલર હોય છે જે તમે નથી તોડી શકતા."

ઉલ્લેખનીય છે કે દીપિકાએ ઇન્ટરવ્યૂમાં પોતાના એક્સ બૉયફ્રેન્ડનું નામ તે નથી લીધું, પણ આ અંદાજો લગાડવામાં આવી રહ્યો થે કે તે રણબીર કપૂરની વાત કરી રહી છે. કારણકે તેની સાથે બ્રેકઅપ કર્યા પછી એક્ટ્રેસ ડીપ્રેશનમાં ગઈ હતી, અને આ વાત તે પોતે પણ કહી ચૂકી છે.

deepika padukone bollywood bollywood news bollywood gossips entertainment news