Dabangg 3માં વિનોદ ખન્નાની જગ્યા લેશે આ એક્ટર, સલમાને શૅર કર્યો વીડિયો

27 June, 2019 08:46 PM IST  |  મુંબઈ

Dabangg 3માં વિનોદ ખન્નાની જગ્યા લેશે આ એક્ટર, સલમાને શૅર કર્યો વીડિયો

બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન હાલ દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મ એટલે કે દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. ઘણાં બધા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા સલમાન ખાન હાલ દબંગ થ્રીમાં પણ વ્યસ્ત છે. છેલ્લા કેટલાક દિવસથી સલમાન ખાન સોશિયલ મીડિયા પર ફરી સુપર એક્ટિવ થયા છે. તે પોતાના જીમના રૂટિનના વીડિયોઝ, ભત્રીજાઓ સાથેના વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતા રહે છે.

ત્યારે બુધવારે સલમાન ખાને પોતાના ટ્વિટર પર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયો સાથે સલમાન ખાને પોતાના ઓન સ્ક્રીન ફાધરને ઈન્ટ્રોડ્યુસ કર્યા છે, જે દબંગ થ્રીમાં સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવશે. આ વીડિયોમાં સલમાન ખાને પ્રમોદ ખન્નાને ઈન્ટ્રોડ્યુસ કર્યા છે, જે સ્વર્ગસ્થ અભિનેતા વિનોદ ખન્નાના ભાઈ છે. દબંગની પહેલી બંને ફિલ્મમાં વિનોદ ખન્નાએ સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી. સલમાન ખાને આ વીડિયો શૅર કર્યો છે, જેની શરૂઆત એક ફોટફ્રેમથી થાય છે, જેમાં સલમાન ખાન અને વિનોદ ખન્ના દેખાઈ રહ્યા છે. પછી કેમેરો પ્રમોદ ખન્ના પર જાય છે, જેમાં તે પોતાને પ્રજાપતિ પાંડે તરીકે ઓળખાવે છે. આ વીડિયોમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, પ્રમોદ ખન્ના અને ડિરેક્ટર પ્રભુદેવા પણ છે.

આ વીડિયોમાં સલમાન ખાન અને પ્રમોદ ખન્નાએ એ જ રંગના કપડા પહેર્યા છે, જે ફોટો ફ્રેમમાં દેખાતા સલમાન ખાન અને વિનોદ ખન્નાએ પહેર્યા છે. આ ફોટો દબંગ 2ના એક સીનનો છે. આ પહેલા સલમાન ખાને પોતાના કૂતરા સાથે મસ્તી કરતો વીડિયો શૅર કર્યો હતો. જે પહેલા સોહેલ ખાન અને પિતા સલીમ ખાન સાથે ગીત ગાતો વીડિયો પણ શૅર કર્યો હતો.

આ પણ વાંચોઃ Article 15 Movie Review:વાંચો ફિલ્મનો સૌથી પહેલો રિવ્યુ, કેવી છે ફિલ્મ

વર્ક ફ્રંટની વાત કરીએ તો સલમાન ખાન હાલ પોતાના અપકમિંગ રિયાલિયી શૉ બિગ બોસ 13 માટે પણ શૂટિંગ કરી રહ્યા છે. ચર્ચા છે કે ભજન સમ્રાટ અનૂપ જલોટા પણ સલમાન ખાન સાથે શો હોસ્ટ કરી શકે છે. સાથે જ સલમાન દબંગ થ્રી માટે પણ શૂટિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત સલમાન ખાન પાસે સંજય લીલા ભણસાલની ફિલ્મ ઈન્શાહઅલ્લાહ પણ છે. જેમાં સલમાન અને સંજય લીલા ભણસાલી 19 વર્ષ બાદ સાથે કામ કરી રહ્યા છે.

Salman Khan dabangg 3 vinod khanna bollywood sonakshi sinha