Coronavirus Pandemic: રદ થઈ શકે છે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2020

13 March, 2020 08:29 PM IST  |  Mumbai Desk

Coronavirus Pandemic: રદ થઈ શકે છે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2020

કાન ફિલ્મ ફેસ્ટિવલ

કોરોના વાયરસ મહામારી બની ચૂક્યો છે. ધીમે-ધીમે આ આખા વિશ્વમાં ફેલાતો જાય છે અને તેના ફેલાવાનો ડર વધતો જાય છે. જો કે, દેશથી લઈને વિદેશ સુધી આનાથી બચવા માટે બધાં શક્ય પ્રયત્નો કરવામાં આવે છે. લોકોને જાગૃત કરવામાં આવે છે અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

કોરોના વાયરસને કારણે ઘણી ઇવેન્ટ્સ કેન્સલ થઈ ચૂકી છે, 29 માર્ચથી શરૂ થનારી આઇપીએલની 13 સીઝન પણ સ્થગિત કરવામાં આવી છે, કેટલીય ફિલ્મોની શૂટિંગ કેન્સલ થઈ ચૂકી છે, ફિલ્મોની રિલીઝ ડેટ આગળ વધારવામાં આી છે, હવે ચર્ચા છે કે કોરોના વાયરસને કારણે કાન ફિલ્મ ફેસ્ટિવલ 2020 પણ કેન્સલ થઈ શકે છે. જો કે, આ અત્યાર સુધી કેન્સલ નથી કરવામાં આવી, પણ જો આ જ સ્થિતિ રહી તો ફેસ્ટિવલ કેન્સલ કરવામાં આવશે.

ફેસ્ટિવલના પ્રેસિડેન્ટ Pierre Lescureનું કહેવું છે કે અમે અત્યારે 'આશાન્વિત છીએ. અમને આશા છે કે મહામારી માર્ચના અંત સુધીમાં ખતમ થઈ જશે અને એપ્રિલમાં પરિસ્થિતિમાં સુધાર આવશે. જો કે, અમે આથી બેખબર નથી. જો પરિસ્થિતિ ન સુધરી તો અમે આ કેન્સલ કરી દેશું.' 'કાન ફિલ્મ ફેસ્ટિવલ'નો 73 પાર્ટ 12થી 23 મે દરમિયાન થવાનો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે મુંબઇ, દિલહી, કર્ણાટક, મધ્ય પ્રદેશમાં બધાં સિનેમા હૉલ અને સ્કૂલ બંધ કરી દેવામાં આ્યા છે. અક્ષય કુમાર, કેટરીના કૅફ, રણવીર સિંહ અને અજય દેવગનની ફિલ્મ 'સૂર્યવંશી'ની રિલીઝ ડેટને આગળ વધારી દેવામાં આવી છે અને કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2ની શૂટિંગ પણ અટકાવી દેવામાં આવી છે. આ સિવાય દેશના ઘણાં શહેરો જેમ કે બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં કેટલાક દિવસો માટે સ્કૂલ, કૉલેજ, કૉચિંગ સેંટર બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

cannes film festival 2016 cannes 2017 bollywood bollywood news bollywood gossips